Gujarat

અમદાવાદમાં વૃદ્ધા પર પાડોશીઓ દ્વારા હુમલો કરાતા ફરિયાદ નોંધાઈ

અમદાવાદ
અમદાવાદના ખોખરામાં આવેલી કર્મભૂમી સોસાયટીમાં સુધાકર પાટીલ પોતાના પરિવાર સાથે રહે છે અને નવરંગપુરાની કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરે છે. ૨૧મી એપ્રિલ સુધાકર પાટીલ સાંજે ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. આ દરમિયાન તેમની બાજુના ઘરના એક પરિવારમાં નરેન્દ્રભાઈ તથા તેના બે દીકરાઓ અંદર-અંદર ઝઘડી રહ્યા હતા. થોડીવારમાં નરેન્દ્ર સીંદેનો એક દીકરો અક્ષય સુધાકરભાઈ પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ‘તમે કેમ અમારા ઘરનો ઝઘડો જાેવો છો?’ આ બાદ બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. સુધાકર પાટીલે તેને રોકવાનો પ્રયાસ કરતા અક્ષય ઘરે જઈને તેના બીજા ભાઈ અને પિતાને બોલાવી લાવ્યો હતો. અને ત્રણેય બાપ-દીકરો વૃદ્ધ પર તૂટી પડ્યા હતા. આ દરમિયાન અક્ષયના ભાઈ ચેતન સુધાકરભાઈને માથામાં લાકડીના ફટકા માર્યા હતા. આ દરમિયાન તેમને બચાવવે વહુ વચ્ચે પડતા તેને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. જાેકે પરિવારની બુમાબુમ સાંભળીને આસપાસના લોકો ત્યાં એકઠા થઈ જતા ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનામાં સુધાકરભાઈને માથામાં ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફતે એલ.જી લઈ જવાયા હતા. જ્યાં સારવાર બાદ તેમણે પાડોશમાં રહેતા પિતા-પુત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.શહેરના ખોખરામાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડાના બનાવનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘરની બહાર ઓટલા પર બેઠેલા વૃદ્ધ પાડોશીએ એટલા માટે હુમલો કરી દીધો કારણ કે, તેઓ તેમના ઘરમાં થઈ રહેલો ઝઘડો જાેઈ રહ્યા હતા. આ સમગ્ર ઘટનામાં લોહીલુહાણ થયેલા વૃદ્ધને ૧૦૮માં બેસાડીને સારવાર માટે એલ.જી હોસ્પિટલ ખસેડાયા હતા. જે બાદ તેમણે આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *