અમદાવાદ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવકે ફસાવીને તેની સાથે શારીરિક સબંધ બાધ્યા હતા. એટલું જ નહીં સગીરાના કેટલાક અશ્લીલ વીડિયો તેણે ઉતારી લીધા હતાં. આ સમગ્ર બાબતે આરોપી સગીરાને સતત બ્લેકમેલ કરીને તેની સાથે શારીરિક સબંધ બાંધવા મજબુર કરતો હતો. આરોપીએ સગીરાને કેટલાક અશ્લીલ વીડિયો પોતાની પાસે રાખીને સગીરાને બ્લેક મેલ કરતો હતો. એટલું જ નહીં સગીર પાસે રૂપિયા અને દાગીના માંગતા આ અંગે હાલ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતમાં માસૂમ સગીરાને કે બળાઓને ફસાવીને દુષ્કર્મ થતો હોવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે અમદાવાદના ચાંદખેડા વિસ્તરમાં સગીરાને ફસાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમાં ચોંકાવનારી બાબત એ છે કે, સગીરાને વીડિયો વાયરલ કરવાનું કહીને તેની સાથે શારીરિક શોષણની સાથે દાગીના પણ પડાવી લીધા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


