અમદાવાદ
એરપોર્ટ પર એક મુસાફર ચેક-ઈન વિસ્તારમાં પ્રવેશ્યો, ત્યારે પેસેન્જર શંકાસ્પદ જણાયો હતો. મુસાફર પાસે એક હેન્ડ બેગ હતી. પ્રવાસીને તે બેગ રેન્ડમ મશીનમાં મૂકવા કહીને તેની બેગની તપાસ કરતી વખતે એમાં ઠ-મ્ૈંજી ઇમેજ નારંગી મળી અને તપાસ માટે બેગ કાઢી નાખી. બેગની તપાસ કરતી વખતે બેગની અંદર આશરે ઇં૪૦,૦૦૦ (અંદાજે ભારતીય મૂલ્ય રૂ.૨૯,૭૪,૦૦૦) મળી આવ્યા હતા. જેથી આ બાબતની કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ દ્વારા ઝડપાયેલ પ્રવાસીની હિલચાલની જાણકારી મેળવવામાં આવી. સીસીટીવી ફૂટેજની તપાસ કરતી વખતે, વધુ એક પ્રવાસી સંજય કુમાર ખોગરી, જે રુષભ ભાવેશભાઈ મોરાડિયા જાેડે જ આવતા હોવાનું દેખાયું હતું. તેઓ બંને એકસાથે ટર્મિનલ બિલ્ડીંગમાં પ્રવેશ્યા અને સંજય કુમાર ખોગરી, રુષભ ભાવેશ ભાઈ મોરાડિયાને રેન્ડમ ઠ-મ્ૈંજી મશીન પર છોડીને ચેક-ઈન કાઉન્ટર તરફ આગળ વધ્યો હતો. સીસીટીવી ફૂટેજ દ્વારા સંજય કુમાર ખોગરી એરલાઈન કાઉન્ટર પાસે કેટલીક અનૈતિક પ્રવૃત્તિઓ કરતો જાેવા મળ્યો હતો. જેથી કસ્ટમ અધિકારીઓ થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયા અને તેમની અટકાયત કરી. કસ્ટમ અધિકારીઓ અને ઝ્રૈંઉ સ્ટાફ દ્વારા પૂછપરછ દરમિયાન, તે પણ તેની પાસે ઇં૧.૫ લાખ (અંદાજે ભારતીય કિંમત રૂ.૧,૧૧,૫૨,૫૦૦ છે)ના કબજામાં મળી આવ્યો હતો. દરમિયાન, ઝ્રૈંઉ સ્ટાફે સંબંધિત એરલાઈન્સ પાસેથી પૂછપરછ કરી કે શું અટકાયત કરાયેલા બંને મુસાફરો સાથે અન્ય કોઈ મુસાફરી કરી રહ્યા છે. એરલાઈન્સે ખુલાસો કર્યો કે, ગૌરાંગકુમાર નવીનચંદ્ર નામના વધુ એક મુસાફર તેમની સાથે મુસાફરી કરવાના છે. કસ્ટમ વિભાગે તપાસના આધારે, ચેક-ઇનમાં વધુ એક પ્રવાસી જેનું નામ ગૌરાંગ છે, તે મળી આવ્યો. ફરીથી, કસ્ટમ અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને તેની અટકાયત કરી. ત્રીજા મુસાફરે પૂછપરછ બાદ તપાસમાં તેની ઇં૨ લાખ (અંદાજે ભારતીય મૂલ્ય રૂ.૧,૪૮,૭૦,૦૦૦ છે) પણ મળી આવ્યા હતા.અમદાવાદ એરપોર્ટમાંથી ૩ પ્રવાસી પાસેથી ફોરેન કરન્સી ઝડપી લેવામાં આવી છે. ત્રણેય મુસાફરો પાસેથી ૩.૯૦ લાખ અમેરિકન ડોલર મળી આવ્યા છે, જેની ભારતીય ચલણમાં કિંમત અંદાજે કુલ ૩ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ મુસાફરો અમદાવાદથી શારજાહની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હતા. જાેકે એરપોર્ટ પર તેઓ શંકાસ્પદ જણાતા તેમની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમની પાસેથી ડોલર કરન્સી મળી આવી હતી.
