Gujarat

અમદાવાદ મનપાએ ટેક્સ વિભાગમાં લોગીન થતા પહેલા ઓટીપી આપવો પડશે

અમદાવાદ
દેશ સહિત ગુજરાતમાં કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં કરોડો રૂપિયાના ટેક્સની બારોબાર રકમ ક્રેડિટ બતાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇ ગવર્નન્સ પ્રોજેકટ મારફતે દરેકને લોગીન આઇડી પાસવર્ડ આપવામાં આવ્યા છે. જાેકે કોઈપણ વ્યક્તિને આ આઇડી પાસવર્ડ મળી જાય તો સરળતાથી પોતે એક્સેસ કરી કૌભાંડ કરી શકે છે. આઇડી પાસવર્ડ સિસ્ટમમાં કોઈપણ સેફટી કે સિક્યુરિટી ન હતી. જેથી હવે તમામ અધિકારીઓ કે કર્મચારીઓને લોગીન આઇડી પાસવર્ડમાં ઓટીપી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેના માટે તમામ ખાતાના ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના નામ, એમ્પ્લોય આઇડી અને મોબાઇલ નંબરની માહિતી ઇ ગવર્નન્સ ખાતા દ્વારા માંગવામાં આવી છે. ટેક્સ વિભાગમાં રૂ.૨૮૧ કરોડના બારોબાર ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં કોઈ વ્યક્તિએ લોગીન આઇડી પાસવર્ડથી ખાતામાં પૈસા જમા ન થયા હોવા છતાં રકમ ઓનલાઈન ઝીરો બતાવી ટેક્સ ભરાઈ ગયો હોવાનું બતાવાયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનન તમામ વિભાગમાં ઇ ગવર્નન્સ પ્રોજેકટ હેઠળ ટીસીએસ સિસ્ટમથી કામગીરી થાય છે. જેમાં ઇઆરપી સિસ્ટમ હવે વધુ સેફ અને સિક્યોર કરવા માટે હવે લોગીન કરતી વખતે ઓટીપી સિસ્ટમ લાગુ કરાશે. જ્યારે પણ કોઈ કર્મચારી કે, અધિકારી લોગીન કરશે ત્યારે તેને ઓટીપી આવશે જે નાખ્યા બાદ જ લોગીન કરી શકશે. ઇ ગવર્નન્સ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કરી જાણ કરી છે કે, હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના નામ, એમ્પ્લોય આઇડી અને મોબાઈલ નંબર ટ્ઠદ્બષ્ઠંષ્ઠજરીઙ્મॅઙ્ઘીજાજ્રટ્ઠરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘષ્ઠૈંઅ.ર્ખ્તદૃ.ૈહમાં અને સીસીમાં જટ્ઠઙ્મદ્બટ્ઠહટ્ઠહ્વહ્વટ્ઠજૈજ્રટ્ઠરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘષ્ઠૈંઅ.ર્ખ્તદૃ.ૈહ તેમજ ાટ્ઠેજરૈાજ્રટ્ઠરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘષ્ઠૈંઅ.ર્ખ્તદૃ.ૈહને ઈમેલ કરવાના રહેશે. જાે કોઈ અધિકારી કે કર્મચારીઓ તાકીદે પોતાની માહિતી નહિ આપે તો પોતે આઇડી પાસવર્ડથી લોગીન નહિ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *