Gujarat

અમદાવાદ – લીંબડી હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં ૪ લોકો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં જાખણ ગામના પાટિયા પાસે ધડાકાભેર કાર પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેની પાછળ વધુ એક કાર અથડાતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતોા્‌ અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેમને લોહિલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ લીંબડી પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જાખણ ગામના પાટિયા પાસે ધડાકાભેર કાર પાછળ કાર ઘૂસી ગઈ હતી. જેની પાછળ વધુ એક કાર અથડાતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *