અમદાવાદ
આ વર્ષે દેશમાં આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમદાવાદ દેશભકિતના રંગે રંગાયેલું જાેવા મળ્યું હતું. સવારથી જ દરેક વિસ્તારમાં આવેલા ફ્લેટો સોસાયટીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. નાના બાળકોએ હાથમાં તિરંગા લઈને દેશભક્તિના ગીતો સાથે ઉજવણી કરી હતી. . શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે પણ શહેર પ્રમુખ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર સહિત શહેર સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ ભવન પાલડી ખાતે પણ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશના અને શહેરના હોદ્દેદારો અને સેવા દળના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા નવરંગપુરા ખાતે આપના નેશનલ જાેઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાબરમતી વલ્લભ સદન સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના શહેરના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાથમાં તિરંગો લઈ અને મોટી સંખ્યામાં જાેડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા નીકળી હતી સાથે જ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વાતંત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. છારોડી ખાતે એસજીવીપી ગુરુકુળના ગ્રાઉન્ડમાં અમદાવાદના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કર્યું હતું જેમાં કલેક્ટર સંદીપ સાંગલે અને આ પોલીસવાળા અમિત વસાવા સહિતના લોકો હાજર રહ્યા હતા.
