Gujarat

અમને ન્યાયતંત્ર પર ભરોસો છે ઃ આમ આદમી પાર્ટી નેતાની દિકરી

અમદાવાદ
અમને ન્યાયતંત્ર પર પુરો ભરોસો હતો. કશું ખોટું કર્યું જ નહોતું. હા સરકારના પ્રેશરના કારણે થોડુંક મોડું થયું છે પરંતું આજે ન્યાય તો સો ટકા મળ્યો છે. હું હાલમાં કોઈ પાર્ટીનું સમર્થન નથી કરી રહી. પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના કાર્યકાળમાં જ આટલા પેપરલીક થયા તો ભાજપ કેમ તેમનું રાજીનામું લેતા ખચકાય છે. અસિત વોરા પાસે ભાજપની સરકારની કોઈ ચાવી હોવી જાેઈએ તો જ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. રાજીનામું લેવું એ કોઈ મોટી વાત નથી. સરકાર તેમનું રાજીનામું લઈ શકે છે. છેલ્લા ૧૧ દિવસથી જેલમાં રહેલા ‘આપ’ના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં આજે સવારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ સાબરમતી જેલમાંથી બહાર આવી ગયાં છે. જેના પગલે મોટી સંખ્યામાં ‘આપ’ના કાર્યકર્તાઓ સાબરમતી જેલની બહાર તેમનું સ્વાગત કરવા ઉમટી પડ્યા છે. જેલના દરવાજે પરિવારજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. જેલમાંથી બહાર આવનારા નેતાઓનું સ્વાગત કરવા માટે સાબરમતી જેલની બહાર ફૂલોથી છછઁ ઉઈન્ન્ ર્ઝ્રંસ્ઈ લખવામાં આવ્યું છે.ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટી(છછઁ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા ૧૧ દિવસથી જેલમાં રહેલા ‘છછઁ’ના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં આજે સવારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ સાબરમતી જેલમાંથી બહાર આવશે. ત્યારે ‘આપ’ના અમદાવાદના પશ્ચિમ ઝોનના પ્રમુખ હર્ષદ પટેલ પણ છેલ્લા ૧૨ દિવસથી જેલમાં છે અને આજે તેઓ બહાર આવી રહ્યાં છે. ત્યારે તેમના દીકરી ડો. પ્રિયા પટેલ તેમનું સ્વાગત કરવા માટે આવ્યાં છે. મારા પિતા પણ વિરોધ પ્રદર્શનમાં હતાં અને તેમની ધરપકડ કરાઈ હતી. તેઓ છેલ્લા ૧૧ દિવસથી જેલમાં છે અને આજે બહાર આવી રહ્યાં છે. પરંતુ આપણે કંઈક બદલવું હોય તો કંઈક આપવું પડે છે. એક વસ્તુતો ચોક્કસ છે કે જે પાર્ટી સત્તામાં છે એની સામે વિરોધ કરીશું તો એક્શન સો ટકા લેવાના છે. આ બાબત હવે અમારી માટે નોર્મલ થઈ ગઈ છે,. તમે ભાજપની સામે કંઈક બોલવા જશો તો તમારી સામે ચોક્કસ એક્શન લેવાશે. તેઓ જેલમાં હતાં ત્યારે એવી પણ ચર્ચાઓ આવતી હતી કે ભાજપ સરકાર કદાચ તેમને બહાર નહીં આવવા દે. પરંતુ અમારા પરિવાર માટે એ સમયે ચોક્કસપણે ચિંતાજનક બાબત હતી.

AAP-leaders-released-from-jail.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *