અમરેલી
ગુજરાતમાં દારૂ અને જૂગારના કેસોમાં ધરખમ વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે પ્રોહીબીશનના કેસોમાં વધારો થતાં બાબરા તાલુકાના ઈંગોરાળા ગામની સીમમા વાડીના શેઢા પાસે જુગાર રમતા ૬ લોકોને એલસીબીએ ઝડપી લીધા હતા.અમરેલી એલસીબીની ટીમે ઈગોંરાળા ગામની સીમમાં ચિતલ જવાના કાચા માર્ગ પર બાબુ નાનજીભાઈ ઠેસીયાના ખેતરના શેઢા પાસે જાહેરમાં ચાલતા જુગારધામ પર રેઈડ કરી હતી. અહીથી બાબુ નાનજીભાઈ ઠેસીયા (ઉ.વ. ૬૨) , શૈલેષ કાંતીભાઈ દાવડા ( ઉ.વ. ૪૦) લાલજી પરષોત્તમભાઈ ઝાપડીયા ( ઉ.વ. ૩૬) ઉમેશ મોહનભાઈ મકવાણા ( ઉ.વ. ૪૦) નીકુંજ ધીરૂભાઈ સોલંકી ( ઉ.વ. ૨૯) અને હરેશ જીવરાજભાઈ સતાસીયા ( ઉ.વ. ૩૦)ને જુગાર રમતા ઝડપી લીધા હતા. એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. કરમટા અને પીએસઆઈ પી.એન. મોરીની રાહબરી નીચે જુગારધામ પર એલસીબીએ પાડેલી રેઈડ દરમિયાન રૂપિયા ૧૨૫૫૦ની રોકડ રકમ અને ૨૦ હજારના ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩૨૫૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
