Gujarat

અમરેલીના કાગદડીમાં હેવી લાઈન અડી જવાના કારણે બેના મોત

અમરેલી
બગસરાના કાગદડીના વાડી વિસ્તારમાં ખેતરમાં આવેલા બોરિંગ પર ખેડૂત જીવરાજ પુનાભાઈ ગઢીયા (ઉં.વ. ૪૮) અને ખેત મજૂર રામજીભાઈ ગરાસીયા (ઉં.વ. ૩૨) જાતે બોરિંગની મોટર બહાર કાઢતા હતા. જેમાં મોટરમાં કોઈ ફોલ્ટ હોવાને કારણે તેઓ મોટર બહાર કાઢવા માટે મથામણ કરતા હતા. ત્યારે ઉપરથી પસાર થતી ઇલેવન કેવી લાઈન અડી જવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. શોક લાગવાના કારણે બંને જણા ફંગોળાઇને દૂર પડ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદ આસપાસના ખેડૂતો સહિત લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતાં એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી. ત્યારબાદ બંનેને પી.એમ. માટે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખેડૂત અને ખેત મજૂરના મોત બાદ પરિવાર અને સગા સંબંધીઓ સહિત ગામમાં શોકનો માહોલ ઉભો થયો છે. ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. તેમજ કેવી રીતે શોક લાગ્યો સહિતના પ્રશ્નોને લઇને ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.અમરેલી જિલ્લામાં આવેલા બગસરા તાલુકાના કાગદડી ગામે વાડી વિસ્તારમાં ઇલેક્ટ્રીક શોક લાગતાં ખેત મજૂર અને ખેડૂત બંનેના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે બગસરા પોલીસ અને પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસની કામગીરી શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *