Gujarat

અમરેલીના લેવા પટેલ સંકુલમાં અભ્યાસ કરતી બે સગીરાનું અપહરણ કરતાં ફરિયાદ નોંધાઈ

અમરેલી દિકરીઓના મોટા શૈક્ષણિક સંકુલમાં ગત મધરાત્રીના બે ૧૬ વર્ષની વિધાર્થીનીઓને અમરેલીના બે હવસખોરોએ અપહરણ કરી અડપલા કર્યા હોવાનું અને સમયસર સંસ્થા દ્વારા બન્ને વિદ્યાર્થીની ઓરાત્રીના લાપતા થઇ હોવાની વાલીઓને જાણ થતા વાલીઓ સમયસર પહોંચી જતા બન્ને વિદ્યાર્થીનીઓએ આપવિતી વર્ણવતા અમરેલી તાલુકા પોલીસ મથકમાં બે શખ્સો સામે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇછે.આ અંગેની જાણવા મળતીવિગતો એવા પ્રકારની છે કે અમરેલીના મોટા શૈક્ષણિક સંકુલમાં રહી અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓને મધરાત્રે અમરેલીના નયન નવનીત ચૌહાણ અને ફરીદ જમાલ પરમાર નામના શખ્સોએ ફોન કરી પોતાની સાથે બહાર આવવા અને ન આવે તો હાથ ઉપર કાપા મુકવા સહિતની ધમકી આપી ડરાવતા સંકુલમાંથી બન્ને વિદ્યાર્થીનીઓ બન્નેની સાથે ગઇ હતી તેને બાઇકમાં બેસાડી બાયપાસેથી ઠેબી ડેમના કાચા રસ્તે લઇ જઇ અવાવરૂ જગ્યાએ બાહય રીતે આ સગીરાઓનો ઉપયોગ કરવા બન્ને હવસખોરોએ બન્ને સાથે અડપલા કરી કપડા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ રાત્રીના બે વાગ્યે બન્ને વિદ્યાર્થીનીઓ ગુમ થઇ હોવાનું સંસ્થાને જાણવા મળતા તેમના દ્વારા વિદ્યાર્થીનીઓના વાલીઓને જાણ કરવામાં આવતા વાલીઓ પોતાના વતનથી અમરેલી દોડી આવ્યા હતા અને અમરેલીના ઠેબી ડેમ પાસે જ આ બન્ને વિદ્યાર્થીનીઓ તેમને મળી આવતા બન્નેએ પોતાની આપવિતી વર્ણવતા અમરેલી તાલુકા પોલીસમાં આ બન્ને શખ્સો સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૫૪, ૩૫૪,૩૫૪ખ, ૧૧૪ અને પોકસોની કલમ ૮,૧૨,૧૭અને ૧૮ મુજબ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું હતું
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20220718_153611.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *