Gujarat

અમરેલીમાં ક્રેઈને ટ્રેક્ટરને ટક્કર મારતા ૨ લોકોને ઈજા પહોંચી

અમરેલી
રાજ્યમાં રોજ નાના મોટા અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે બાબરા તાલુકાના ચમારડી અને વાવડી ગામ વચ્ચે મીની ટ્રેક્ટર ગાડું બાંધી પસાર થયું હતું. તે દરમિયાન ક્રેઇન ચાલકે ટક્કર મારતાં ગાડું પલટી મારી ગયું હતું. ઉપરાંત આખી ક્રેઇન રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ટ્રેક્ટરમાં ૨ લોકો બેસ્યા હતા, જેમને ઇજા થતા બાબરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના ખેડૂતો મદદ માટે દોડી આવ્યા હતા. ટ્રેક્ટર ગાડું અને ક્રેઇનને આ અકસ્માત થવાના કારણે નુકસાન ગયું હોવાનું જાણવા મળ્યું છે. જાે કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની નથી. સમગ્ર અમરેલી જિલ્લામાં બાબરા ભાવનગર અને રાજકોટ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ વધુ સામે આવી રહી છે. અહીં પુરપાટ સ્પીડે દોડતા વાહનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની જરૂર છે. અહીં સતત અકસ્માતની ઘટનાઓ સૌથી વધુ સામે આવતી હોય છે.

Accident-between-crane-and-tractor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *