Gujarat

અમરેલીમાં પિતાએ પુત્રને ઠપકો આપતા પુત્રએ એસિડ પી લેતા મોત

રાજકોટ
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના લુણીધાર રહેતાં ૧૭ વર્ષીય ધો.૧૧ના વિદ્યાર્થીએ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહીં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ જયદિપસિંહે પ્રાથમિક કાર્યવાહી કરી હતી. મૃતક વિદ્યાર્થી માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. મૃતક વિદ્યાર્થી ધો.૧૧ સુધી રાજકોટમાં એસકેપી સ્કૂ લમાં ભણ્યોવ હતો. હવે તે ૧૨માં ધોરણમાં આવ્યોે હતો. પરંતુ તેને હવે અહીં રહીને ભણવું ન હોય પિતાએ રાજકોટમાં જ ભણવું પડશે તેમ જણાવતાં માઠુ લાગી જવાથી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુંભ હતું. કોઠારિયા રોડ પર બ્રહ્માણી હોલ પાસેની રાધેશ્યામ સોસાયટીમાં રહેતી પાયલ દિનેશભાઇ કુમારખાણીયા (ઉ.વ.૨૨)એ બે દિવસ પહેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, પાયલ બે ભાઇની એકની એક બહેન હતી, તેની માતા હયાત નથી, ભાઇઓ અને પિતાની સંભાળ પાયલ રાખતી હતી, યુવાન પુત્રીને સાસરે વળાવવા પિતા દિનેશભાઇએ કેટલાક દિવસોથી સગપણની વાત ચાલુ કરી હતી, પોતે સાસરે જતી રહેશે તો પિતા અને ભાઇઓની સંભાળ કોણ લેશે તેવી ચિંતાને કારણે પાયલે પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના ધો.૧૧ના વિદ્યાર્થીએ એસીડ પી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ અહીં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઇ ગઈ છે. આ અંગે તાલુકા પોલીસ તપાસ હાથ ધરતા પિતાએ ધો.૧૨નો અભ્યાસ રાજકોટમાં જ કરવો પડશે તેવું કહેતા માઠુ લાગતા આ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.

The-student-drank-acid.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *