Gujarat

અમરેલીમાં મિશન સુપોષિત શિશૃ અંગે સ્ટાફને તાલીમની કામગીરી હાથ ધરાઈ

અમરેલી
અમરેલીમાં કુપોષિત બાળકોને દત્તક લઈ સુપોષિત કરવા માટેના મિશનની શરૂઆત કરવામાં આવી છે. અમરેલી જીલ્લામાં મિશન સુપોષિત શિશુ અંતર્ગત કુપોષિત બાળકોનો દર ઘટાડવા માટે એક સારો પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં સુપરવાઈઝરો દ્વારા દત્તક લીધેલા બાળકોની માતાને લેચીંગ અને ક્રોસ કેડલ ફિડિગ પદ્ધતિ શીખવવામાં આવશે. જેના ભાગરૂપે અમરેલીમાં હેલ્થ કચેરી ખાતે આરોગ્ય સ્ટાફને તાલીમ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પદ્ધતિની સમજણ માતાને બાળકના જન્મ પહેલા જ આપવામાં આવશે. જેથી બાળકના જન્મ થયે તેનું તુરંત અનુકરણ કરી શકાય તેમજ સમયાંતરે સુપરવાઈઝર દ્વારા વિઝીટ કરવામાં આવશે. જન્મના પ્રથમ કલાકમાં માતાનું ધાવણ આપી ૬ મહિના સુધી ફક્ત માતાનું જ દૂધ આપવા અને માતા-બાળકને જાે ક્રોસ કેડલ પદ્ધતિથી ધવડાવે તો બાળકને ટીંપે ટીંપે નહિ પરંતુ ઘૂંટડે ઘૂંટડે દૂધ પીવા મળે અને પોષણ મળવાની સાથે કુપોષણ અટકાવી બાળમરણનો દર ઘટાડવામા પણ સફળતા મળે. મોટા ભાગે નોર્મલ બાળકનું વજન જન્મના વજનથી ૬ મહિને ડબલ અને ૧ વર્ષે ત્રણ ગણું થાય છે. પરંતુ આ પદ્ધતિ દ્વારા ૨-૩ મહિનામાં બાળકનું વજન ડબલ અને ૬ મહિનામાં ત્રણ ગણું થઈ જશે. જેથી બાળકને શરૂઆતથીજ કુપોષિત થતુ અટકાવી આઈ.ક્યુ લેવલ વધારી શકાશે અને આવનારી પેઢી આરોગ્યની દ્રષ્ટિએ સુખી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *