Gujarat

અમરેલી જિલ્લાનું એક માત્ર એવું ગામ છે. જ્યાં માત્ર યુવા અને શિક્ષીત  ઉમેદવાર ને જ ગામ લોકો સરપંચ પદ માટે પસંદગી કરે છે.

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી

તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણીમાં જાફરાબાદ તાલુકા એક માત્ર એવું ગામ છે. જ્યાં ગઈ ટ્રમમા  અમરેલી જિલ્લાના સૌથી 28 વર્ષના યુવા અને M. A., B.ed  ગ્રેજ્યુએટ શિક્ષીત સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ ચૂંટાયા હતા.
જ્યારે તાજેતરમા  ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમના  25 વર્ષીય ગ્રેજ્યુએટ પત્ની કૈલાસબેન ને બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચશ્રી તરીકે જંગી બહુમતીથી  વિજય થયા છે. જેનો ચાર્જ આજરોજ પ્રથમ બેઠકમાં સોંપવામાં આવ્યો છે બાબરકોટ ગામના ઇતિહાસમા આવુ પહેલીવાર બન્યું છે કે કોઈ પતિ એ જ તેમના પત્નીને સરપંચ તરીકેનો ચાર્જ ચોપ્યો હોઈ
કૈલાશબેન બાબરકોટ ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણીમાં અમરેલી જિલ્લા માં સૌથી વધુ 1677 મતો લીડ મેળવનાર એક માત્ર પ્રથમ સરપંચ છે. સૌથી વધુ લીડ મેળવવાની સાથે સાથે 10 વોર્ડ માંથી 10 વોર્ડના તમામ સભ્યો વિજેતા થયા હતા સરપંચ શ્રીમતિ કૈલાસબેન દ્વારા જણાવ્યું હતું કે જે પ્રમાણે ગ્રામજનોએ મારા પર વિશ્વાસ મૂકી, ગામના લોકોની સેવા અને વિકાસ કરવાની તક આપી છે . એ અમે પુરી નિષ્ઠા અને પ્રામાણિકતા થી નિભાવશુ. અને આવનાર દિવસોમાં જે પ્રમાણે મારા પર વિશ્વાસ રાખીને ગામ લોકોએ મતોનો વરસાદ વરસાવી વિજેતા બનાવ્યા છે . એ પ્રમાણે અમો પણ આવનાર દિવસોમાં બાબરકોટ ગામના વિકાસ રૂપી વરસાદ વરસાવ છું. તેનો અમે સમસ્ત બાબરકોટ ગ્રામ પંચાયત સપૂર્ણ વિશ્વાસ આપીએ છીએ.
સરપંચ શ્રીમતી કૈલાસબેન અનકભાઈ સાંખટ દ્વારા ગામના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો તદઉપરાંત બાબરકોટ ગ્રામ પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વાર બિનહરીફ ઉપસરપંચ પદે પાંચાભાઈ ભુપતભાઈ સાંખટ વરણી થતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાંચાભાઈ સાંખટ એ 315 મતો માંથી 277 મતો મેળવી ઇતિહાસ સર્જ્યો હતો. પાંચાભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના તમામ સભ્યો એ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને ઉપસરપંચ બનાવ્યા છે એ બદલ ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

IMG-20220124-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *