અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા *ના.પો.અધિ.શ્રી. કે.જે.ચૌધરી સાહેબ,* *ના.પો.અધિ.શ્રી બી.વી.જાધવ સાહેબ,* *પોલીસ ઇન્સ.શ્રી પી.સી.દેસાઇ,* *પોલીસ ઇન્સ.શ્રી એચ.કે.મકવાણા* તથા *પો.સ.ઇ.શ્રી.એમ.એ.મોરી* નાઓની અન્ય જિલ્લા ખાતે બદલી થતા, ઉપરોક્ત તમામ અધિકારીશ્રીઓનો વિદાય સમારંભ *તા.૨૦/૦૯/૨૦૨૨ ના કલાક ૧૮/૩૦* વાગ્યે જિલ્લા તાલીમ કેન્દ્ર, અમરેલી ખાતે યોજવામાં આવેલ. જેમાં અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ આ વિદાય સમારંભમાં શુભેચ્છા પાઠવવા હાજર રહેલ.
આ વિદાય સમારંભમાં બદલી પામેલ પોલીસ અધિકારીઓએ અમરેલી જિલ્લામાં બજાવેલ ફરજ દરમિયાન પોતાના સારા અનુભવો યાદ કર્યા હતા. ત્યારબાદ અંતમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓ દ્વારા તમામ બદલી પામેલ અધિકારીઓને ઉજવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવવામાં આવેલ.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

