Gujarat

અમરેલી જિલ્લા ગ્રામપંચાયત કમ્પ્યુટર સાહસિક મંડળ પ્રમુખ ઉમેશભાઈ(આદિત્ય) વરૂ એ જણાવ્યું કે વી.સી.ઇ કર્મચારી ને આ પ્રશ્ન કાયમી નો છે પંચાયત ની નવી બોડી બદલે એટલે એમને એન કેન બહાને છૂટ્ટા કરવામાં આવે છે

સરકાર ડિજિટલ ગુજરાત ના નારા લગાવે છે ત્યારે આ તમામ ગ્રામ પંચાયતો માં મોટા ભાગ ની કામગીરી ગ્રામપંચાયત કોમ્પ્યૂટ સાહસિક દ્વારા કરવામાં આવે છે જેના લીધે સામાન્ય માણસ ને તાલુકા કચેરીએ ધક્કા ખાવા નથી પડતા ત્યારે આ કામગીરી કરતા વી.સી.ઇ કર્મચારીઓ ને છૂટ્ટા કરવામાં આવી રહ્યા છે
ઇગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ  વર્ષે ૨૦૦૬ થી દરેક ગ્રામ પંચાયત માં ગ્રામપંચાયત કોમ્પ્યુટર સાહસિક (વી.સી.ઇ) ઓપરેટ કામ કરે છે જે ફક્ત કમિશન ઉપર, તેઓ ઘણા સમય થી સરકાર સામે લડત કરે છે પગાર કરવા માં આવે, પરંતુ અહીંયા કંઇક અલગ જોવા મળે છે
આજે અમરેલી જિલ્લા વી.સી.ઇ મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ને લેખિત રજુઆત કરવામાં આવી છે કે ગ્રામ પંચાયત માં નવા ચૂંટાયેલા પંચાયત બોડી દ્વારા ઘણા વી.સી.ઇ કર્મચારીઓ ને છુટ્ટા કરવામાં આવે છે તે ના કરવામાં આવે
વી.સી.ઇ કર્મચારીઓ ની નિમણૂક ગ્રામપંચાયત કચેરી દ્વારા કરવામાં આવે છે આ બાબતે ગ્રામપંચાયત દ્વારા અવારનવાર છુટ્ટા કરવામાં આવે છે આ અનુસંધાને માન.મેમ્બર સેક્રેટરી ઇ.જી.વી.જી.એસ અને વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર ના પત્ર તારીખ ૨૩/૦૯/૨૦૨૧ના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (વી.સી.ઇ ) ની કામગીરી સંતોષકારક જણાતી ન હોય તો જિલ્લા વિકાસ અધિકારી શ્રી ની મંજૂરી લઈ છુટ્ટા કરવા માં આવે પરંતુ અહીંયા ગ્રામપંચાયત ના સરપંચ બદલે એટલે વી.સી.ઇ પણ બદલવો જોઈએ તેવું જોવા મળે છે
આવીરીતે વી.સી.ઇ કર્મચારીઓ ને છૂટ્ટા ના કરવામાં આવે તે માટે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી ને અમરેલી જિલ્લા ગ્રામપંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ ના પ્રમુખ ઉમેશભાઈ(આદિત્ય) વરૂ અને ટીમ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220217-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *