અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલીની શ્રીમતી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે રાજા સ્કૂલ ઓફ આર્ટ ના હોલમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ
આ કાર્યક્રમમાં સ્ત્રી સશક્તિકરણ, રાષ્ટ્રીય એકતા અને પોલીસનું મહત્વ, પોલીસની ફરજો દરમિયાન સત્ય અહિંસા નું મહત્વ, નિવારણ, મહિલાઓની સુરક્ષા, બાળકો રાષ્ટ્રનું ભાવિ છે બાળ સંરક્ષણ પોલીસની પ્રાથમિકતા વગેરે વિષય પર શાળાની વિદ્યાર્થીની બહેનોએ વક્તવ્ય રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમ માં શાળાની વિદ્યાર્થિનીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલી સીટી પી.આઇ મોરી સાહેબ, શાળાના આચાર્ય રોહિતભાઈ મહેતા, ફોરવર્ડ સ્કૂલના આચાર્ય મનીષભાઈ સિદ્ધપુરા, ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટના ગીરીશભાઈ, લેખક કવિ રોહિતભાઈ જીવાણી ઉપસ્થિત રહેલા હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

