Gujarat

અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન હેતુસર વેબિનાર યોજાશે

ભરત ગંગદેવ.

 અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના વિદેશ જવા ઈચ્છુક યુવાઓને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી તેમજ માર્ગદર્શન હેતુસર રાજકોટ ખાતેના ઓવરસીઝ ગાઈડન્સ સેલના વિષય નિષ્ણાંતો દ્વારા આગામી તા.૧૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ સાંજે ૪ કલાકે નિ:શુલ્ક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારમાં જોડાવા ઈચ્છુકોએ ગૂગલ લીંક http://meet.google.com/wxx-wrnm-nae  પર ASK TO JOIN પર જોડાવું.  વધુ વિગતો માટે અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંપર્ક નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *