અમરેલી વિભાગની વાયા દામનગર રૂટની બંધ કરાયેલ એસ.ટી.બસોને શરૂ કરાવવા ધારાસભ્યને કરાયેલ રજૂઆતને જીલ્લા સંકલન સમિતિમાં કલેકટર સમક્ષ રજુ કરતા વિરજીભાઈ ઠુંમર. એસ.ટી.તંત્રના મનસ્વી વહીવટને કારણે નિગમને લાખો રૂપિયાની ખોટ જતી હોય,વ્યવસ્થા બદલાવવાની જરૂરત છે. છેલ્લા બે વર્ષથી તો સમજ્યા કે કોરોના ને કારણે લોકોની આરોગ્યની દ્રષ્ટિએ સરકારે લોકડાઉન ના બનાવેલ નિયમો થી વાહન વ્યવહારને બંધ કરવામાં આવતા હતા,હવે બધું પહેલાંની જેમજ પૂર્વવત થયું છે. અમરેલી જીલ્લાનું દામનગર તાલુકા કક્ષા જેવું શહેર સાથે આજુબાજુના ૨૫ જેટલા ગામના લોકો જોડાયેલા છે.અહીંથી તાલુકા જે જીલ્લા મથક કે બીજા જિલ્લાઓના ગામોમાં જવા માટે અમરેલી ડીવિઝનની અમરેલી – ભાવનગર ( સાંજની),અમરેલી – પાલીતાણા ( સવારની ),ધારી – ભાવનગર (સવારના ૭ વાગ્યાની), બગસરા – ભાવનગર ( સવારની ),બાબરા – કુ તાણા ( સવાર – બપોરની ), અમરેલી – ભોરીંગડા ( સાંજની ),બસો વાયા દામનગર ની બસોમાં અપડાઉન કરતા કર્મચારીઓ,વેપારીઓ,રત્નકલાકારો,વિદ્યાર્થીઓ માટે ખુબજ અગત્યના આ રૂ વાળી બસોને શરૂ કરવા માટે અતુલ શુક્લે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરને રજુઆત કરતા તેઓએ જીલ્લા સંકલન સમિતિમાં કલેકટર સમક્ષ આ પ્રશ્નને રજુ કરેલ હોવાનું મળેલ ધારાસભ્યના પત્રથી જાણવા મળેલ છે. અમરેલી વિભાગીય નિયામક અને વાહન વ્યવહાર મંત્રી ને પણ આ પ્રશ્નની રજુઆત કરાઈ છે.

અમરેલી વિભાગની વાયા દામનગર રૂટની બંધ કરાયેલ એસ.ટી.બસોને શરૂ કરાવવા ધારાસભ્યને કરાયેલ રજૂઆતને
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

