ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ની જાળવણી કરવા ગુજરાત પોલીસ ચોવીસ કલાક પોતાની ફરજ નિભાવે છે.તેમની સાથે જ ખંભાથી ખભો મેળવી ગ્રામ રક્ષક દળના જવાનો કોરોનાનો કપરો કાળ હોય કે તડકો હોય કે ચોમાસાની સીજન હોય જી.આર.ડી.ના જવાનો માત્ર ૨૩૦ રૂપિયાના માનદ વેતન માથે પૂરી નિષ્ઠાથી સમગ્ર ગુજરાત મા પોતાની સેવા આપી રહ્યા છે.ત્યારે હાલ મોંઘવારીના સમયમાં આ જી.આર.ડી. ના જવાનો પૂરી નિષ્ઠાથી ફરજ બજાવીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે.આવી પરીસ્થીમાં અમારી કેટલીક માંગણી છે.જે આપને જાણ થાય અને સરકારશ્રી સમક્ષ અમારી માંગણી પહોંચે એવું આપને ગ્રામ રક્ષક દળ અમરેલીના જવાનો અમારી મુખ્ય માંગણીઓને આવેદનપત્ર રજૂ કરવામાં આવી છે.ત્યારે જી.આર.ડી, સભ્યોને પોલીસ કોન્સ્ટેબલ કેડરમાં સમાવેશ કરીને સ્વાભિમાનથી કાયમી નોકરી કરવાની જોગવાઈ કરવામાં આવે.અને અમારો માસિક પગાર નક્કી કરવામાં આવે તેમજ કાયમી નોકરી કરતા કર્મચારી જેમ વિવિધ ભથા તેમજ લાભ આપવામાં આવે તેમજ જી.આર.ડી. તરીકે ફરજ બજાવતા જવાનનું આકસ્મિક મૃત્યુ થાય તો તેના વારસદાર ને નોકરી આપવામાં આવે અને જી.આર.ડી જવાનો ની સમાંતરે સારી કામગીરી બદલ સન્માન તેમજ પ્રમોશનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણીઓ કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે..
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


