Gujarat

અમૃતધારા ડોન બોસ્કો કપડવંજ અને કઠલાલ પેરિસ ગ્રુપ ગોધરા સબ જેલની મુલાકાતે.

મકસુદ કારીગર,કઠલાલ
અમૃતધારા ડોન બોસ્કો કપડવંજ અને Prison Ministry India ના ઉપક્રમે કઠલાલ પેરિસ ગ્રુપ દ્વારા ફા.અશ્વિન મેકવાન sdb અને સિ.ફૂલમણીના નેજા હેઠળ શ ગોધરા સબ જેલ ની મુલાકાત લેવામાં આવી .આ મુલાકાતનો હેતુ તપઋતુ દરમિયાન પ્રભુ ઈસુ ના જીવન મૂલ્યો જેવા કે પ્રેમ, દયા, ક્ષમા વિશે કેદી ભાઈઓ મધ્યે જાગૃતી ફેલાવવી. કાર્યક્રમની શરૂઆત સુપ્રિટેન્ડેન્ટ રાઠવા સાહેબે બધાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સર્વ ધર્મ પ્રાર્થના દ્વારા કાર્યક્રમ શરૂ કરવામાં અવ્યો.  ફાધર તથા સિસ્ટર દ્વારા તપ ઋતુ વિશે સમજૂતી આપવામાં આવી હતી. ફા.અશ્વિન મેકવાન sdb એ સુંદર પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેસન દ્વારા પ્રભુ ઈસુની કાલવારીની યાત્રા બતાવી  સમજણ આપવામાં આવી. ક્રુસનો માર્ગ નાટ્ય સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જે સર્વ કેદી ભાઈઓએ ભક્તિભાવથી નિહાળ્યો હતો. ત્યારબાદ બધા કેદીઓને રમત રમાડવામાં આવી અને ઉપસ્થિત પોલીસ મિત્રોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ જેલ માં રહેલા લગભગ 350 કેદીઓને ભેટરૂપે  બ્રશ, કોલગેટ તથા નારંગી આપવામાં આવી. અંતે સર્વ પોલીસ સ્ટાફ મિત્રો નો  તેમના સહકાર બદલ આભાર માનવામાં આવ્યો.  આમ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.દરેક સભ્યોએ એક અનોખો અનુભવ કર્યો હતો.

IMG-20220411-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *