Gujarat

અલીણા-પણસોરા રોડ પર બે બાઈકની ટક્કરમાં એકનું મોત

નડિયાદ
મહુધા તાલુકાના ચુણેલ તાબેના ચૌહાણની મુવાડી સીમ વિસ્તારમાં રહેતા રાયસીંગભાઈ શનાભાઇ ચૌહાણનો પુત્ર સામંતસિંહ ઉર્ફે પ્રવિણ ઉર્ફે ભમો ગત ૧૭મીની સાંજે પોતાનું મોટરસાયકલ નંબર (જીજે ૦૭ સીઆર ૫૬૭૦) ચલાવીને નજીકના ગામમાં દૂધ ભરવા આવ્યા હતા. ડેરીમાં દૂધ ભરી સામંતસિંહ ઉર્ફે પ્રવિણ ઉર્ફે ભમો તથા ગામના દિલીપભાઈ ચૌહાણ બંને ઉપરોક્ત મોટરસાયકલ પર સવાર થઈ પરત પોતાના ગામે આવતા હતા. આ દરમિયાન અલીણા પણસોરા રોડ ઉપર બીલીયાના કુવા નજીક સામેથી આવતા મોટરસાયકલ નંબર (જીજે ૦૬ એનઇ ૭૦૯૧) ના ચાલકે સામંતસિંહ ઉર્ફે પ્રવિણ ઉર્ફે ભમોના મોટરસાયકલ સાથે અથડાવ્યું હતું. જેથી આકસ્માત થયો હતો. જેમાં ચાલક સામંતસિંહ ઉર્ફે પ્રવિણ ઉર્ફે ભમાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે બાઈકમાં બેઠેલા દિલીપને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેમાંથી કોઈ વ્યક્તિએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત સામંતસિંહ ઉર્ફે પ્રવિણ ઉર્ફે ભમો તથા દિલીપને સારવાર અર્થે ખસેડ્યા હતા. જાેકે, સામંતસિંહ ઉર્ફે પ્રવિણ ઉર્ફે ભમાને સારવાર મળે તે પહેલાં જ તેઓનું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે મરણજનાર સામંતસિંહ ઉર્ફે પ્રવિણ ઉર્ફે ભમાના પિતા રાયસીંગભાઈ મહુધા પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.ખેડા જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે મહુધાના અલીણા-પણસોરા રોડ ઉપર બે મોટર સાયકલ સામસામે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં એકનું સ્થળ ઉપર મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *