અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા પાણી ની લાઈન ને લીકેજનું કામ પાછલા 15 દિવસ પહેલા રસ્તા ને ખોદી નાખતા સોસાયટીના રહીશો ત્રાહિમામ ઉકાળી ઉઠ્યા છે અને સ્કૂલના છોકરાઓ પણ અહીંથી જ પસાર થાય છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા રસ્તાનું સમારકામ જરૂરી
બોડેલીના અલીપુરા ગજાનંદ પાર્કની સામે એમ ડી આઈ સ્કૂલ ની બાજુમાં રસ્તો ખોદી નાખતા કામ અધૂરું રખાતા રહીશો ત્રાહિમામ પુકારી ઊઠ્યા છે અહીં બાજુમાં જ સ્કૂલ આવેલી છે અને છોકરાઓ અહીંથી જ અવરજવર કરે છે ત્યારે કોઈક દુર્ઘટના સર્જાય એવી સંભાવના પણ જોવાઈ રહી છે આ રસ્તા પરથી સોસાયટી નો મુખ્ય રસ્તો છે અને વાહનો પણ અહીંથી પસાર થાય છે ત્યારે છેલ્લા 20 દિવસથી પંચાયત દ્વારા રસ્તો ખોદી નાખતા અને પાણીની પાઇપલાઇન લીકેજ થતા રીપેરીંગ કામ દરમિયાન રસ્તો ખોદી ને પછી પુરાણ કરવામાં ન આવતા રહીશો દ્વારા બૂમો ઊઠી છે એક મહત્વની વાત છે કે બાજુમાં જ એમડીઆઇ સ્કૂલ છે ત્યાં છોકરાઓ અહીંથી જ પસાર થાય છે ત્યારે કોઈક દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની આ એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે ત્યારે સોસાયટીના લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે પાણીની પાઇપલાઇન રીપેરીંગ કરવામાં આવે અને ખોદેલા ખાડાઓ પૂરી અને રસ્તો બનાવવામાં આવે જેથી કરીને કોઈને મુશ્કેલીનો સામનો કરવાનો વારો ન આવે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


