Gujarat

આઈપીએલની ફાઈનલમાં જીત બાદ ટ્રોફી જીતનાર ટીમ થશે માલામાલ

અમદાવાદ
વિશ્વભરમાં અનેક ટી૨૦ લીગો રમાડવામાં આવે છે, પરંતુ કોઈ પણ લીગમાં આટલી મોટી પ્રાઈઝ મની આપવામાં આવતી નથી. આઈપીએલ બાદ કેરેબિયન પ્રીમિયર લીગમાં સૌથી વધારે ઈનામી રકમ આપવામાં આવે છે. કેરેબિયન પ્રીમિયર લીગનો એવોર્ડ જીતનાર ટીમને ૭.૫ કરોડ રૂપિયા આપવામાંઆવે છે, જ્યારે પાકિસ્તાન સુપર લીગ (ઁજીન્)થી વધારે પ્રાઈઝમની તો બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (મ્ઁન્) માં આપવામાં આવે છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ૬.૩૪ કરોડ રૂપિયાની રકમ ઈનામ રૂપે અપાય છે, જ્યારે પાકિસ્તાન સુપર લીગમાં આ રકમ માત્ર ૩.૭૩ કરોડ રૂપિયા જ છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે ફાઈનલની ટિકીટ મેળવવા માટે કરો યા મરોનો જંગ ખેલાયો હતો. જેમાં રાજસ્થાન રોયલ્સે બટલરની તોફાની ઈનિંગમાં બેંગ્લોરની ટીમનું સપનું રોળી નાંખ્યું હતું. હવે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે એ જ મેદાનમાં રમાશે. સમગ્ર વિશ્વમાં આઈપીએલ સૌથી મોટી લીગ છે. આઈપીએલમાં દર વર્ષે ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ ખેલાડીઓ રમે છે. આઈપીએલમાં રમનાર ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે આઈપીએલની ટ્રોફી જીતનાર ટીમને ઈનામ સ્વરૂપે કેટલા રૂપિયા મળે છે. આઈપીએલમાં ચેમ્પિયન બનનાર ટીમથી લઈને ચોથા સ્થાને રહેલી ટીમને મોટી ઈનામી રકમ આપવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે ૈંઁન્ ૨૦૨૨માં કઈ નંબરની ટીમ કેટલી માલામાલ થશે. આઈપીએલ એટલા માટે તો સમગ્ર વિશ્વમાં જાણીતી લીગ છે. તેના તોલે અત્યાર સુધી કોઈ દેશ સરખામણી કરી શક્યો નથી. તમને જણાવી દઈએ કે આઈપીએલની પહેલી સીઝન એટલે કે ૨૦૦૮માં થઈ હતી અને હાલ ૧૫મી સીઝન ચાલી રહી છે. એટલું જ નહીં, આઈપીએલ વિશ્વભરમાં સૌથી વધુ જાેવાતી પણ ક્રિકેટ લીગ છે. આઈપીએલની પહેલી સીઝનમાં ફાઈનલ જીતનાર ટીમને ૪.૮ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પ્રાઈઝ મની હવે લગભગ ચાર ગણી વધી ગઈ છે. આઈપીએલની ગત વર્ષનો એવોર્ડ જીતનાર ટીમ ચેન્નાઈ સુપરકિંગને ૨૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, આ વર્ષે પણ આ પ્રાઈઝ મની એટલી જ રાખવામાં આવી છે. આઈપીએલની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અહીં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે ફાઈનલમાં ઝગમગાતી ટ્રોફી માટે મુકાબલો રમાશે. ફાઈનલ મેચ જીતનાર ટીમને ૨૦ કરોડ રૂપિયાનું પ્રાઈઝ મની આપવામાં આવશે. આ વિશ્વભરમાં રમાડવામાં આવતી અલગ અલગ ટી૨૦ લીગોમાંથી સૌથી વધારે છે. એટલું જ નહીં, ફાઈનલમાં હારનાર ટીમને પણ ૧૩ કરોડ રૂપિયા આપવામાં આવશે, ગત વર્ષે આ રકમ ૧૨.૫ કરોડ રૂપિયા હતી. આઈપીએલ ૨૦૨૨માં ત્રીજા અને ચોથા સ્થાન પર રહેલી ટીમોને ૭-૭ કરોડ રૂપિયા આપવામાં આવશે.

India-Sport-IPL-Tata-IPL-Win-Amdavad-Narendra-Modi-Stadiam.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *