રાજ્ય સરકારના બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓ માટે ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરવા આઈ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર તા. ૧૨ જુલાઈ થી ૧૫ ઓગસ્ટ સુધી અરજી કરી શકાય એ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
જે અંતર્ગત મહિલા તાલીમાર્થીઓએ ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ મેળવવા ઈચ્છતી મહિલાઓએ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી અને અરજીની પ્રિન્ટ સાથે આધારકાર્ડ, રાશનકાર્ડ અને બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક આ તમામ દસ્તાવેજો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જૂનાગઢમાં જમા કરાવી આપવાના રહેશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
