Gujarat

આઈ.ટી.આઈ.ના કર્મચારી ગણને ITRA દ્વારા રોગપ્રતિકારક શક્તિવર્ધક દવાનું વિતરણ કરાયું

હાલનાં કોરોનાકાળમાં લઘુતમ માત્રામાં લોકો ચેપગ્રસ્ત થાય અને તેમની રોગ પ્રતિકારક શકિત વધે તે માટે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્દિષ્ટ આયુર્વેદિક ગુડુચી તત્વ સંમિશ્રિત સંશમનીવટી ટેબ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે.જામનગર સ્થિત ઇન્સ્ટીટયુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આર્યુવેદ (ITRA) દ્વારા આ ટેબ્લેટનું ઇમ્યુનીટી બુસ્ટર રૂપે લોકોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.

પ્રથમ ચરણમાં કોરોના મહામારીમાં ફરજ બજાવતા વોરિયર્સને તેનું વિતરણ કરવામાં આવતા જામનગરમાં એસ.ટી.ડેપો સામે કાર્યરત ગુજરાત સરકાર હસ્તકની ઔધોગીક કૌશલ્ય તાલીમ સંસ્થાના સર્વે કર્મચારીઓને ગુડુચી વિતરણનો કાર્યક્રમ મંગળવારે સંસ્થા ખાતે યોજવામાં આવેલ હતો.

 

જેમાં (ITRA)નાં પંચકર્મ વિભાગના ડો. નીલેશભાઇ ભટ્ટ, પી.આર.ઓ. ચિત્રાંગદ જાનીએ ઉપસ્થિત રહીને પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. સંસ્થાના આચાર્યશ્રી એમ.એમ. બોચીયા તેમજ મહિલા આઈ.ટી.આઈ. નાં આચાર્યશ્રી જે.એસ.વસોયાના નેજા હેઠળ આ બંને સંસ્થાના કર્મચારીગણને આ પરિસરમાં કાર્યરત રોજગાર વિનિમય કચેરીના તમામ સ્ટાફ સ્ટાફ પરિવાર તેમજ ભૂતપૂર્વ કર્મચારીગણ એન.સી.સી. કેડેટસ વગેરે મળી ૨૦૦ બોટલ ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

ITRA-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *