આગામી સમયમાં યોજાનાર ટેટ – ૨ ની પરીક્ષામાં એનસીટીના પરિપત્ર મુજબ બી.એડ. ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા પપ્રશિક્ષણાર્થીઓને પરીક્ષા માટે લાયક ગણવા અંગે તાલીમાર્થીઓ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે જિલ્લાના સાંસદસભ્ય ગીતાબેન રાઠવાના સહિત ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર પત્ર પાઠવી પોતાના પ્રશ્ન અંગે રજુઆત કરી
રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા આગામી દિવસોમાં TET-1 અને TET-2 ની પરીક્ષા યોજાનાર છે તે જાહેરાત થતાં છેલ્લા ઘણા વર્ષોથી આ પરીક્ષાની રાહ જોતા ઉમેદવારોમાં હર્ષનો માહોલ પ્રસરી ગયો છે તે બદલ સરકાર નો આભારવ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં યોજાનાર આ TET-2 ની પરીક્ષામાં NCTE ના પરિપત્ર મુજબ તેમજ કેન્દ્ર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જે રીતે CTETની પરીક્ષામાં B.Ed.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા પ્રશિક્ષણાર્થીને પરીક્ષા આપવાની તક મળે છે તો તે પ્રકારે આગામી સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાનાર TET -2 ની પરીક્ષા આપવા માટેની શૈક્ષણિક લાયકાતમાં કેન્દ્રના ધારા ધોરણ મુજબ ફેરફાર કરીને B.Ed.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા પ્રશિક્ષણાર્થી પણ TET- 2 ની પરીક્ષા આપી શકે તે પ્રકારનો સુધારો કરવામાં આવે તેવી આશાવાદી પ્રશિક્ષણાર્થીઓની લાગણી અને માંગણી કરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


