જીલ્લા હોમગાર્ડઝ કચેરી રાજકોટના ધોરાજી હોમગાર્ડઝ યુનિટ દ્રારા આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૨૨ અન્વયે આઝાદી કા અમૃત મોહોત્સવ અંતર્ગત અને રાષ્ટ્રનિમાર્ણ માટેની પ્રતિબધ્ધતા આપવા સ્વતંત્રતા સપ્તાહ અંતર્ગત “હર ઘર તિરંગા” તેમજ આઝાદીના ૭૬ માં વર્ષમાં રાષ્ટ્ર ધ્વજને ઘેર ઘેર પહોંચાડવાના ઉદે્શ સાથે બાઇકરેલીમા ધોરાજી હોમગાર્ડઝ યુનિટના સભ્યો રાષ્ટ્રધ્વજ સાથે રાખી “હર ઘર તિરંગા” ના સ્લોગન ને ધોરાજી શહેરના મુખ્યમાર્ગો પર ફરીને રાષ્ટ્ર ભાવના જગાડવા તથા “હર ઘર તિરંગા” નો ઘરે ઘરે મેસેજ પહોચતો કરી ધોરાજી હોમગાર્ડઝ યુનિટનાં સભ્યો પોતાનુ સેવાકીય યોગદાન તારીખ ૧૩/૦૮/૨૦૨૨ના રોજ આપ્્યુ હતુ.
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી


