Gujarat

આગાહીના પગલે ચાલુ વરસાદી સિઝનમાં વહીવટી તંત્ર  વિવિધ પગલાં ભરવા સજ્જ જિલ્લાના નાગરિકોને  જાગૃત્ત અને સજાગ રહેવા અનુરોધ

 ભરત ગંગદેવ.

 અમરેલી જિલ્લામાં વરસાદના છેલ્લા ૩૦ વર્ષના આંકડા પર નજર કરીએ તો,  છેલ્લા ૩૦ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદી ઋતુમાં ૩૫.૬૨ ટકા વરસાદ નોંધાયો છે. ગત વર્ષે આ જ સમયે સરેરાશ વરસાદના ૧૮ ટકા જેટલો વરસાદ નોંધાયો હતો, જે જિલ્લાના સરેરાશ વરસાદ કરતા ઓછો હોવાનું નોંધાયું છે. આગામી ત્રણ દિવસ એટલે તા.૧૫ જુલાઈ સુધી સમગ્ર અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે જિલ્લાના નાગરિકોને પણ સતર્ક અને જાગૃત્ત રહેવાની આવશ્યક્તા છે.  છેલ્લા ૩૦ વર્ષમાં અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં સરેરાશ ૬૫૫ મી.મી, લીલીયા તાલુકામાં ૬૬૯ મી.મી., બગસરા તાલુકામાં ૬૯૫ મી.મી.,રાજુલા તાલુકામાં ૭૧૬ મી.મી., ધારી તાલુકામાં ૬૨૨ મી.મી.,જાફરાબાદ તાલુકામાં ૭૦૭ મી.મી.,લાઠી તાલુકામાં ૬૪૮ મી.મી.,અમરેલીમાં ૬૭૭ મી.મી., ખાંભા તાલુકામાં ૬૫૯ મી.મી., બાબરા તાલુકામાં ૬૬૧ મી.મી., સાવરકુંડલા તાલુકામાં ૬૯૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૩૦ વર્ષમાં અમરેલી જિલ્લામાં સરેરાશ વાર્ષિક ૬૭૨ મી.મી.વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં વર્ષ-૨૦૨૧ની સરખામણીએ વર્ષ-૨૦૨૨માં વરસાદનું અત્યાર સુધી પ્રમાણ સારું રહ્યું છે. વર્ષ-૨૦૨૧માં આ જ સમયે ૧૨૧ મી.મી. વરસાદ નોંધાયો  હતો. ચાલુ વર્ષે વરસાદી ઋતુમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ ૨૩૮ મી.મી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *