સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
મે. પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંઘ સા. નાઓની સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે. પી. ભંડારી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ. કે મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી મુકેશ પરમાર સાહેબ તેમજ સાયબર ક્રાઇમ અમરેલી સ્ટાફ (ટીમ) દ્વારા દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ અમરેલી ખાતે હાલના સમયમાં સાયબર ગુનેગારો દ્વારા અવનવી તરકીબોથી લોકોને કઈરીતે ઓનલાઈન નાણાંકીય છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવે છે. તેનાથી વરિષ્ઠ નાગરિકોને માહિતગાર કરવામાં આવેલ. તેમજ પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને કરવામાં આવતી મદદ બાબતે જણાવવામાં આવેલ. જેથી કોઈ નાગરિક ઓનલાઈન નાણાંકીય ફ્રોડ કે અન્ય કોઈ સાયબર ક્રાઇમનો ભોગ ન બને એ અંગે માહિતગાર કરવામાં આવેલ. આમ આજનાં હાઈટેક ડીઝીટલ યુગમાં વરિષ્ઠ નાગરિકો સાંપ્રત પ્રવાહથી સુપેરે પરિચિત થાય તે હેતુ સિધ્ધ કરવા માટે પૂરો પ્રયાસ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.