આજરોજ આમ આદમી પાર્ટી માણાવદર દ્વારા લોકોના હિત માટે તેમજ લોકોના પ્રશ્નોને સાંભળી શકાય અને યોગ્ય રજૂઆત કરી શકાય એ ઉમદા ઉદ્દેશ્ય સાથે માણાવદર ગાંધી ચોક મુકામે આમ આદમી પાર્ટી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા કરસન બાપુ ભાદરકા, પ્રદેશ કિસાન સંગઠન તેમજ પોરબંદર લોકસભા ના પ્રભારી ગોવિંદભાઈ વાલાણી ,પ્રદેશ શિક્ષણ સેલ ઉપાધ્યક્ષ રાજુભાઈ બોરખતરીયા, પ્રદેશ ટ્રેડ વિંગનાથ જોઈન્ટ સેક્રેટરી પ્રવીણભાઈ મકવાણા, જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ કાતરીયા, સુરેશભાઈ મકવાણા, 85 માણાવદર વિધાનસભાના સંગઠન મંત્રી રાજુ ભાઈ સોલંકી, કમલેશભાઈ પાનસુરીયા, ભરતભાઈ નકુમ, તમામ સહ સંગઠન મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ તકે પ્રદેશ પ્રવક્તાએ સંગઠન ની મજબૂતી વિશે ચર્ચા કરી હતી તેમજ માણાવદર વિધાનસભા સીટમાં મજબૂતીથી લડીશું તેવી વાત રજૂ કરી હતી. કાર્યક્રમ ની શરૂઆત ઢોલ નગારા સાથે કાર્યાલય ઓપનિંગની રીબીન કાપી, ત્યારબાદ ભારતમાતાના પૂજન કરી દીપ પ્રાગટ્ય કરી સંપૂર્ણ કાર્યક્રમ શરૂ કર્યો હતો તમામ કાર્યકરો સાથે એક કાર્યકર્તા મિટિંગનું પણ આયોજન થયું હતું તેમ જ તમામ કાર્યકરોએ હાકલ સાથે કહ્યું હતું કે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારબાદ કરસન બાપુ ભાદરકાની આગેવાનીમાં તેમજ સંગઠન મંત્રીઓ અને રાજુભાઈ બોરખતરીયા સાથે રહી રક્ષાબંધન ગિફ્ટ કાર્ડ તથા આમ આદમી પાર્ટી આપેલા ગેરંટી કાર્ડનું ડોર ટુ ડોર વિતરણ કરી માણાવદર રહેણાંક વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ અને માણાવદર સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો ઘરે-ઘરે મળ્યા હતા અને ખૂબ સારો રિસ્પોન્સ પણ લોકોનો મળ્યો
અહેવાલ – દિપક રાજા – માણાવદર


