Gujarat

આજે ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપનો કેસરીયો ધારણ કરી શકે છે

અમદાવાદ
ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ ૩-૪ ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલની આગેવાનીમાં કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભુત્વ મેળવી રહી છે. જાેકે એવામાં કોંગ્રેસના જ ધારાસભ્યના ભાજપમાં જવાથી આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે. જ્યારે ભાજપ આ વિસ્તારમાં પણ પોતાનું સારું એવું પ્રભુત્વ જમાવી શકે છે. બીજી તરફ ભીલોડાના સ્વર્ગસ્થ ધારાસભ્ય ડો. અનિલ જાેશીયારાના પુત્ર કેવલ જાેશીયારા પણ ભાજપમાં જાેડાવા જઈ રહ્યા છે. ડો. અનિલ જાેશીયારા કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા અને લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. તેમની સારવાર દરમિયાન રાજ્ય સરકારે તેમનો ખર્ચ ઉપાડ્યો હતો. તેમને પહેલાં અમદાવાદ અને બાદમાં ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા. હવે તેમના અવસાન બાદ તેમની સીટ ખાલી પડેલી છે.લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની લાંબા સમયથી ભાજપમાં જાેડાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે અખાત્રીજના દિવસે ભાજપમાં જાેડાશે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે અશ્વિન કોટવાલ ભાજપના અન્ય નેતાઓની હાજરીમાં કેસરીયો ખેસ પહેરશે. આ સાથે જ ભિલોડાના સ્વ. ધારાસભ્ય ડો.અનિલ જાેશીયારાના પુત્ર કેવલ જાેશીયારા પણ ભાજપમાં જાેડાશે.

MLA-Ashwin-Kotwal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *