સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રેલવે વિભાગ દ્વારા છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે 100 ફૂટ ઉંચાઈએ તિરંગો લહેરાવી આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરી છે. વિશાળ રાષ્ટ્ર ધ્વજ નું છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન હસ્તે શુભારંભ કરાયો હતો. ધ્વજારોહણ ની સાથે સાથે કોરોના સમયે બંધ કરાયેલ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના અલીરાજપુર વચ્ચે ની રેલ સેવાને પુનઃ શરૂ કરાઇ છે. પ્રતાપનગર થી છોટાઉદેપુર વચ્ચે ઇલેક્ટ્રીક લાઈન પણ તાજેતરમાં શરૂ કરવામાં આવતા પ્રજામાં ખુશીની લાગણી વર્તાઈ રહી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


