ઊના – સમગ્ર ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ દેશ ભક્તિ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે. આ સાથે જ ૧૩ થી ૧૫ ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન પણ ચાલુ છે. ત્યારે એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આર ડી વરસાણી કન્યા કુમાર વિદ્યાલયના બાળકોએ ૭૫*૩૦ ફુટના રાષ્ટ્ર ધ્વજ સાથે કવાયત કરી હતી. ૭૫ ફુટ રાષ્ટ્ર ધ્વજ સાથે આન બાન શાન શબ્દ વિદ્યાર્થીઓ દ્વારા ચિન્હિત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર આયોજન શાળાના આચાર્ય તથા ચંદ્રેશભાઇ ગોહિલની રાહબરી હેઠળ થયું હતું. વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિના ગુણો વિકસે એ પ્રયત્ન થવો જરૂરી છે એમ હરિદર્શન સ્વામીએ જણાવ્યું હતું…

