Gujarat

આટકોટમાં એક યુવકે પિસ્તોલ અને દારૂ સાથે રોફ જમાવ્યો, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ
સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા માટે લોકો ભાન ભૂલી જતા હોય છે અને તેમાં પણ ગુનેગારો કાયદાનું ઉલ્લંઘન કરે એ સમયે પણ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેતા હોય છે. એવો જ વધુ એક વીડિયો વાઇરલ થવા પામ્યો હતો, જેમાં આટકોટમાં સિદ્ધુ મૂસેવાલાના ગીત પર પિસ્તોલ અને દારૂ સાથે યુવક રોફ જમાવતો દૃશ્માન થાય છે. આ વીડિયો વાઇરલ થતાંની સાથે જ રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે રહેતા યુવાને સોશિયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તે હાથમાં પિસ્તોલ લઈ વિદેશી દારૂની બોટલ તેમજ દારૂના ભરેલા ગ્લાસ સાથે જાેવા મળ્યો હતો અને જાણીતા પંજાબી ગાયબ સિદ્ધુ મૂસેવાલાના ગીત સાથે વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જાેકે આ વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી, જેમાં યુવક જસદણના આટકોટનો હોવાનું સામે આવતાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે તેની ધરપકડ કરી કર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા વીડિયોમાં દૃશ્યમાન થનાર સદામ જુણેજાની આટકોટ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પાસેથી સિલ્વર કલરનું પિસ્તોલ જેવું દેખાતું લાઇટર હોવાનું સામે આવતાં પોલીસે લાઇટર ગન સાથે સદામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *