આણંદ
આણંદથી વડોદરા રેલવે લાઈન પર બપોરના સમયે પસાર થતી ટ્રેનની અડફેટે ૪૫ વર્ષનો યુવક આવી જતા તેનું મોત થયું હતું. આ અંગે શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદથી વડોદરા રેલવે લાઈન ઉપર ગત ૧૬મી ડિસેમ્બર,૨૨ના રોજ બપોરના સમયે પસાર થતી ટ્રેનની અડફેટે એક ૪૫ વર્ષનો યુવક આવી ગયો હતો. જેથી અજાણ્યા યુવકને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ આણંદ મંગળપુરા સાત ઓરડી પાસે રહેતાં જીતેન્દ્રકુમાર અમરતભાઈ વસાવાએ આણંદ શહેર પોલીસ મથકે કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અંગે અજાણ્યા યુવકના મૃતદેહનો કબ્જે લઈને જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી બાજુ આણંદ શહેર પોલીસે આ અંગે અપમૃત્યુ નોંધ દાખલ કરી અજાણ્યા યુવકના વાલી વારસોની શોધ આરંભી છે.


