Gujarat

આણંદના સીમરડામાં મકાનનું તાળું તોડી ચોરે ૧ લાખનો મુદ્દામાલ ચોરી ફરાર

આણંદ
પેટલાદના સીમરડા ગામે મોટું ફળીયામાં રહેતા સુમનભાઈ ધુળાભાઈ ઠાકોર પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ ૧જૂલાઇની મકાનને તાળું મારી ઘરની બહાર ઓસરીમાં સુતા હતાં. સુમનભાઈના પત્ની જાગીને જાેતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તુટેલું હતું અને ઘરની અંદરનો સામાન વેરવિખેર પડ્યો હતો. આથી ચોરી થયાનું જણાતાં ઘરમાં તપાસ દરમિયાન સોના-ચાંદીનાં દાગીના અને રોકડ રૂ.૨૫ હજાર મળી કુલ રૂ.૧,૦૯,૦૦૦ની ચોરી થયાનું જણાયું હતું. આ અંગે પેટલાદ શહેર પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જાેકે કોઇ સુરાગ ન મળતાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ચરોતરમાં એક તરફ વરસાદ તારાજી સર્જી રહ્યો છે બીજી તરફ તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. મહેનતકશ પશુપાલકોનાં ઘરે ચોરીના બનાવો બનવા પામ્યા છે. પેટલાદ તાલુકાના સીમરડા ગામે રહેતા પશુપાલકનાં ઘરે ત્રાટકેલા તસ્કરો દાગીના અને રોકડ મળી કુલ રૂ.૧.૦૯ની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે પેટલાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *