Gujarat

આણંદની ક્રિશા ઓવસીસે લંડન મોકલવાના નામે પાંચ લાખની છેતરપિંડી કરી

આણંદ
આણંદ શહેરમાં આવેલી ક્રિશા ઓવસીસ સંસ્થાનાના બે શખ્સોએ વિદેશ વાંચ્છુ વિદ્યાર્થીઓ સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદની ક્રિશા ઓવરસીસના નયન પટેલ અને નવીનસીંગ દ્વારા ત્રણ વિદ્યાર્થી સાથે રૂ.૫ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. વસોના અલીન્દ્રા ગામે રહેતા અનુપ રાજેન્દ્રકુમાર પટેલને મીકેનીકલ ડિપ્લોમા એન્જિનીયરીંગની શૈક્ષણિક લાયકાત પર લંડન અભ્યાસ અર્થે મોકલવા માટે નયન પટેલ અને નવીનસીંગે બાંહેધરી આપી હતી. જેની ફી પેટે રૂ.૧૪ લાખ નક્કી પણ કરી હતી. બાદમાં એડવાન્સ ફી પેટે રૂ.બે લાખ લઇ માધ્યમીક શિક્ષા બોર્ડ રાજસ્થાન તથા મહર્ષી દયાનંદ સરસ્વતી વિશ્વ વિદ્યાલય રાજસ્થાનના ડિઝીટલ સિગ્નેચર તથા ખોટા સહી સિક્કા કરી બનાવટી શૈક્ષણિક દસ્તાવેજ માર્કશીટ તથા ડિગ્રી બનાવી હતી. આ અંગે ઓનલાઇન તપાસતા સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનું જણાયું હતું. આથી, અનુપ પટેલે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતાં પોલીસે નયન પટેલ અને નવિનસિંગ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Fraud-of-five-lakh-rupees-with-students.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *