Gujarat

આદિપુરમાંથી ૬.૦૭ લાખના દારૂના જથ્થા સાથે બે ઈસ્મની અટકાયત

ભુજ
પૂર્વ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડી આદિપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી પૂર્વ બાતમીના આધારે ટીમે આદિપુરના વોર્ડ ૨/બીમાં આવેલા આશાપુરા ડ્રિન્કિંગ વોટરના પ્લાન્ટમાં બોલેરો જીપકારમાં ગોઠવેલા પાણીના કેરબાઓમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબીએ મુદ્દામાલ સહિત કુલ રૂ. ૬ લાખ ૦૭ હજાર ૪૩૦નો જથ્થો ઝડપી આદિપુર પોલીસ મથકના હવાલે કર્યો હતો. આ દરોડામાં બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે મૂળ માલિક હાજર ના મળતા તેને ઝડપવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી આદિપુર વોર્ડ ૨-બીમાંથી નવતર ઢબે ઝડપાયેલા વેચાણ અર્થે રખાયેલા વિદેશી દારૂના જથ્થાના બનાવમાં એલસીબીએ બે આરોપીઓ પકડી પાડ્યા હતા. જેમાં સુખવિંદરસિંગ ઉર્ફે ગોલું માનસિંગ તોમર અને મહેન્દ્ર બાબુ રબારીની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે મૂળ માલિક રાજેશ સુંદરદાસ ટેકચંદાની સ્થળ પર ના મળતાં પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Detention-of-two-persons-with-case-of-Rs-6.07-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *