અમદાવાદ
અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના સર્વાંગી વિકાસ અને આર્થિક ઉત્કર્ષ માટેની જન યોજના એટલે વનબંધુ કલ્યાણ યોજના. રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૭ ના વર્ષમાં આ યોજના શરૂ કરી હતી. જેમાં, રાજ્યના અનુસૂચિત જનજાતિઓના આર્થિક, સામાજિક અને અન્ય રીતે વિકાસ કરી જીવન ધોરણ ઉંચુ લાવવાના હેતુ સાથે શરૂ કરવામાં આવેલી રાજ્ય સરકારની આ યોજના વનબંધુ પરિવારોના સર્વાંગી વિકાસ માટે ઘણી નિર્ણાયક સાબિત થઇ છે. રાજ્યમાં ૧ કરોડ આસપાસ વસ્તી ધરાવતી અનુસૂચિત જનજાતિ દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ૧૫ જેટલા જિલ્લામાં વર્ચસ્વ ધરાવે છે. આ વનબંધુ કે આદિવાસી તરીકે ઓળખાતો સમાજ સામાજિક અને આર્થિક રીતે ઘણો પછાત અને શૈક્ષણિક રીતે પણ અસ્પ વિકસિત છે. આ સમાજને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે મુખ્ય પ્રવાહમાં લાવવા અને આર્થિક ર્સ્વનિભર બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ૧૦ મુદ્દાની વનબંધુ કલ્યાણ યોજના લાગુ કરવામાં આવી છે. રોજગાર, શિક્ષણ, આર્થિક વિકાસ, આરોગ્ય, વિજળી, ઘર, પાણી, રોડ રસ્તા, સિંચાઇ અને શહેરી વિકાસ આ દસ મુદ્દાને આવરી લેતી સર્વાંગી આદિજાતિ કલ્યાણની યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ૧ લાખ કરોડના પૅકેજની જાહેરાત કરવામાં આ હતી. વનબંધુ કલ્યાણ યોજના ૨૦૦૭થી ૨૦૨૧ના સમયગાળા દરમિયાનની સફળતા બાદ નવી વનબંધુ કલ્યાણ યોજના-૨ જાહેર કરવામાં આવી છે. જેના માટે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ સુધી એક લાખ કરોડના પૅકેજની જાહેરાત કરવામાં પણ કરવામાં આવી છે. આદિવાસી પરિવારના ઝૂંપડપટ્ટી અને કાચા મકાનોને વનબંધુ કલ્યાણ યોજના દ્વારા અનેક પરિવારોને પાકાં અને રહેવાલાયક મકાનો પ્રાપ્ત થયા છે. સામાજિક પ્રવાહથી દુર આ સમાજનો ઘણો બદલાવ થયો છે. વનબંધુ સમાજની રાજકીય અને આર્થિક ભાગીદારી વધારવાની દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રયાસ રહ્યા છે. તાજેતરના વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં વનબંધુ કલ્યાણ માટે ૧૪.૬૩ લાખ કરોડની જાેગવાઇ પણ કરવામાં આવી છે. જેના કારણે આદિવાસી વિસ્તારના લોકલ્યાણ અને જનયોજનાના કાર્યોને વેગ મળશે. રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના-૧ના સકારાત્મક પરિણામને જાેતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વનબંધુ કલ્યાણ-૨ અમલમાં લાવી છે. જેનાથી આગામી સમયમાં ૯ લાખ રોજગારીની તકો વિકસાવવાનું અને ૨.૫૦ લાખ આદિવાસી પરિવારોને ઘરના ઘર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્યલક્ષી સેવાઓ માટે પણ ૧૦ સીએચસી અને ૪૦ જેટલા પીએચસી તથા ૨૫૦ જેટલા આરોગ્ય કેન્દ્રો પણ ઉભાં કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. અલ્પ શિક્ષિત હોવાના કારણે રોજગારીની તકો નહોતી ત્યારે, હવે સ્વરોજગારી અને સરકારની સહાયના કારણે ખેતીની પણ સારી આવક થતાં હવે આર્થિક તંગીની સમસ્યા દુર થવા પામી છે. રાજ્યમાં આદિવાસી સમાજની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ ઘણી દયનીય અને કરુણ હતી. આ સ્થિતિમાં વિશાળ સમુદાયને મુખ્ય પ્રવાહમાં સાંકળવાની આ દુરંદેશીતા ધરાવતી જનકલ્યાણની વનબંધુ યોજના ઘણી કારગર રહી છે. આર્થિક અને જાહેર જિવન ધોરણને બદલવામાં અને પ્રાથમિક જરૂરિયાતો વિકાસવવા આ વિશાળ પૅકેજની વનબંધુ કલ્યાણ યોજના રાજ્ય સરકારની શીરમોર યોજના સાબિત થઇ છે અને હજુ તેના દુરોગામી ફાયદારૂપ પરિણામ પણ ભવિષ્યમાં જાેવા મળશે.


