Gujarat

આદ્યશક્તિની આરાધના વેદનાના બને તે માટે સજાગ રહેવા યોગેશ ઉનડકટની અપીલ 

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
સૌરાષ્ટ્રના સામાજિક અને રાજકીય અગ્રણી શ્રી યોગેશ ઉનડકટે નજીક આવી રહેલ નવરાત્રીના પર્વ અગાઉ ગુજરાતની બહેન દીકરીઓને સાવધાન કરતો એક પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો છે અને તેમના સંદેશને ઊંડાણપૂર્વક સમજવામાં આવે તો ખુબ જ સાચી અને સચોટ વાત તેમણે કરી છે.
તેમના જણાવ્યા મુજબ ગુજરાતના વિવિધ શહેરો અને નાના ટાઉનમાં માતાજીના પવિત્ર નોરતાના નામે વ્યભિચાર ચાલે છે જે આપણા સૌ ગુજરાતીઓ માટે શરમજનક વાત છે અને આ માટે તેમણે વાલીઓને જાગૃત થવા માટે અપીલ કરી છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના નાના મોટો શહેરોમાં નવરાત્રી નજીક આવે એટલે ગરબા અને દોઢીયાના કલાસીસનો રાફડો ફાટે છે, અને ત્યાં ગરબા શીખવા શીખવવાની આડમાં એવી વિવિધ અને વિચિત્ર રીતે અપનાવાવમાં આવે છે કે ભલભલી બહેન દીકરીઓ આવા લૂટારા સંચાલકોની માયાજાળમાં ફસાઈ જાય છે, ક્યારેક ગરબાના ખોટા વખાણ કરીને, તો ક્યારેક એક્સ્ટ્રા કલાસના નામ પર મહિલાઓને બોલાવી મિત્રતા અને સંબંધ કેળવવામાં આવતો હોય છે જે આગળ જતા મોટાભાગના કિસ્સામાં દુખદાયક બનતો હોય છે.ઘણી વખત આવી જગ્યાઓ પર બેન દીકરીઓએ આપેલા મોબાઈલ નંબરનો પણ ખુબ ખોટો ઉપયોગ થતો હોય છે અને ક્યાંક ક્યાંક તો ગરબા શીખતી વખતે પાડેલા ફોટાઓનો પણ દુરુપયોગ થયાનું સામે આવ્યું છે. ત્યારે આ બધી વસ્તુઓ સામે વાલીઓએ ખુબ જાગૃત થઇ આગળ વધવું જોઈએ અને તે માટે કેટલાક મહત્વની વાતો તેમણે જણાવી છે.
૧. ગરબા કલાસમાં બેન દીકરીઓ ક્યારેય પોતાનો નંબર ના આપવો જોઈએ તેના બદલે પોતાના પતિ કે પિતાનો નંબર આપવો જોઈએ.
૨. આવા કોઈ પણ ક્લાસમાં પોતાના નજીકના સગા કે મિત્રો સાથે સમુહમાં શીખવા જવું ઇચ્છનીય છે.
૩. આવા સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની પીકનીક કે સેલિબ્રેશન ઉજવણીમાં ભાગ લેવા શહેરના અલગ ભાગમાં કે બહાર ગામ ના જવું.
૪. નવરાત્રી પૂરી થતા જ આવા કોઈ પણ ગ્રુપમાં હોવ તો ત્વરિત રીતે તેમાંથી નીકળી જવું અને ગ્રુપ ડીલીટ કરી નાખવું જોઈએ.
૫. ઉપરોક્ત તમામ વાતો દરેક સમાજના જાગૃત વ્યક્તિઓ, સોસાયટીના ચેરમેન  ઓ, સેક્રેટરી  ઓ અને યુવાનોએ પોતાના વિસ્તારમાં પોતાના લાગતા વળગતા સ્વજનો સુધી પહોચાડવો જોઈએ.

IMG-20220730-WA0731.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *