વિશ્વભરના દરેક ભક્તો તથા પ્રભુ પ્રેમીઓ માટે વાર્ષિક નિરંકારી સંત સમાગમ ભક્તિ પ્રેમ તથા મિલવર્તનનું એક એવું અનુપમ સ્વરૂપ છે જેમાં દરેક ભક્ત સહભાગી થઇ અલૌકિક આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરે છે.આ દિવ્યતાની અવિરત શ્રૃંખલાને નિરંતર ચાલુ રાખતા નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના પાવન સાન્નિધ્યમાં ૭૫મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ તા.૧૬ થી ૨૦ નવેમ્બર દરમિયાન હરિયાણાના સમાલખા સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ પર આયોજિત થવા જઈ રહ્યો છે.
દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ૭૫મા વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં વિભિન્ન સંસ્કૃતિઓ તથા સભ્યતાઓનો અનોખો સંગમ જોવા મળશે.જેમાં લાખોની સંખ્યામાં પ્રભુ પ્રેમી ભક્ત સહભાગી થઇ સદગુરૂ માતા સુદીક્ષાજીના પાવન આશિષ વચનો શ્રવણ કરશે.
વાર્ષિક નિરંકારી સંત સમાગમની પ્રતિક્ષા દરેક નિરંકારી ભક્તોને હંમેશા રહે છે.દર વર્ષે ભક્તોને આવા દિવ્ય સંત સમાગમોમાં સહભાગી થવાની ઉત્સુકતા બની રહે છે જેથી તે આ સેવાઓમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપી ભરપુર આનંદ પ્રાપ્ત કરી શકે.આ વર્ષનો ૭૫મો નિરંકારી સંત સમાગમ વિશેષ છે કારણ કે છેલ્લા બે વર્ષોથી માત્ર ઓનલાઈન માધ્યમ દ્વારા જ દરેક ભક્તોએ સંત સમાગમનો આનંદ પ્રાપ્ત કર્યો હતો.આ વર્ષે સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજની પાવન છત્રછાયામાં ભક્તોને દિવ્ય સંત સમાગમમાં પ્રત્યક્ષ રૂપમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઇ રહ્યું છે.નિસંદેહ સંત નિરંકારી મિશનના ઈતિહાસમાં આ સમાગમ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે કારણ કે આ ૭૫મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ છે જેનું આયોજન ભવ્ય તથા વિશાળ રૂપમાં કરવામાં આવી રહ્યું છે.
સંત સમાગમના પરિસર તથા તેના આસપાસના ક્ષેત્રોમાં સેવાઓનો આરંભ થઇ ચુક્યો છે.દિલ્હી સિવાય અન્ય રાજ્યો તથા ગુજરાતમાંથી પણ અનેક સંતો પહોંચી આ દરેક સેવાઓમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.આ અવસર પર બાળકો યુવાનો તથા વૃધ્ધ દરેકમાં એક નવી ઉર્જા તથા ઉત્સાહનો સંચાર જોવા મળી રહ્યો છે.આજનો યુવા વર્ગ આ ભાગદોડ ભરેલી જીંદગીમાં વ્યસ્ત છે આવા સમયમાં નિરંકારી મિશન બ્રહ્મજ્ઞાનની દિવ્ય રોશની દ્વારા યુવાઓને આધ્યાત્મથી જોડી રહ્યું છે.જેનું જીવંત ઉદાહરણ આ દિવ્ય નિરંકારી સંત સમાગમ છે જેમાં દરેક વર્ગ જાતી ધર્મના ભક્તો નિ:સ્વાર્થ ભાવથી પોતાની સેવાઓને નિભાવતા પોતાના જીવનને સફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ ૭૫માં વાર્ષિક નિરંકારી સંત સમાગમ “આત્મિયતા અને માનવતા સંગ સંગ” વિષય પર આધારિત છે જેમાં વિશ્વભરના વક્તા,ગીતકાર તથા કવિઓ પોતાના પ્રેરક તથા ભક્તિમય ભાવ વ્યક્ત કરશે.આત્મિયતાનો અનુભવ તથા આધારમાં જ માનવતાનો ભાવ રહેલો છે.વાસ્તવમાં જયારે આપણે સમર્પિતરૂપમાં નિરાકાર પરમાત્માની સાથે જોડાઈ જઈએ છીએ ત્યારે આપણી અંદર સ્વયં જ માનવતારૂપી દૈવી ગુણ દ્રશ્યમાન થવા લાગે છે અને હ્રદયમાં દરેકના માટે માત્ર પરોપકાર તથા પ્રેમની ભાવના ઉત્પન્ન થાય છે.સદગુરૂ માતા સુદીક્ષાજીનો પણ આ જ દિવ્ય સંદેશ છે કે માનવજીવનમાં આત્મિયતા તથા માનવતા એક સાથે હોવા ખુબ જ જરૂરી છે કારણ આના આગમનથી જ વાસ્તવમાં જીવન સાર્થક બને છે આ જ આ દિવ્ય સંત સમાગમનો ઉદ્દેશ્ય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


