વડોદરા
આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબમાં બનાવેલી સરકારને પગલે ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાતમાં આવનારી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ દેખાવ કરશે., તેવી આશાએ સપના જાેવાનું શરૂ કરી દીધું છે. પાંચ વિધાનસભાની ચૂંટણીના પરિણામના દિવસે ભારે આતશબાજી કરીને વિજય ઉત્સવ મનાવનાર આમ આદમી પાર્ટી દ્વારા પુનઃ એકવાર ત્રિરંગા યાત્રા કાઢી હતી અને પોતાની પાર્ટીનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિરેન્દ્ર રામીએ જણાવ્યું હતું કે, પંજાબમાં લોકોએ આમ આદમી પાર્ટીનો સ્વીકાર કર્યો છે. પંજાબને શ્રેષ્ઠ રાજ્ય બનાવવા માટે જે વિશ્વાસ મૂક્યો છે. તેમાં પાર્ટી ખરી ઉતરશે. તેવો અમને વિશ્વાસ છે. ગુજરાતમાં આગામી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી સારો દેખાવ કરશે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની વિચારધારાનો લોકો સ્વીકાર કરશે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર તળિયે બેસી ગયું છે. ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી હવે માર્ગો પર નીકળશે અને કાગળ ઉપર ચાલતા ગુજરાતના વિકાસને લોકો સમક્ષ ઉજાગર કરશે.પંજાબ વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતા મેળવનાર આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહમાં આવી ગયા છે. વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પંજાબની જીતના વધામણા માટે શહેરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે નીકળેલી આ ત્રિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જાેડાયા હતા.આમ આદમી પાર્ટીના જયજયકાર સાથે નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરો પણ જાેડાઈ હતી.શહેર પ્રમુખ વિરેન્દ્ર રામીએ કહ્યું કે, પંજાબની જેમ જ ગુજરાતમાં પણ લોકો કેજરીવાલની વિચારધારાને સ્વીકારશે.


