Gujarat

આમ આદમી પાર્ટી દ્વારા ૨૦૦ યુનીટ વીજળી નાગરિકોને ફ્રીમાં આપવા માંગ

ગીર સોમનાથ
આમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબ એમ બે રાજયોમાં સરકાર છે. ત્યાંણના નાગરીકોને ૨૦૦ અને ૩૦૦ યુનીટ સુધી વીજળી ફ્રી માં આપવામાં આવે છે. જેની સામે ગુજરાત સરકાર રાજયની પ્રજા પાસેથી ખુબ ઉંચા દરો વસૂલ કરે છે. જેથી ગુજરાતની પ્રજા પાસેથી થઈ રહેલ ઉઘાડ લૂંટ રોકવા માટે આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી કાર્યક્રમો હાથ ધરશે. આ તકે ગુજરાતની પ્રજાને ૨૦૦ યુનીટ વીજળી ફ્રી આપવામાં આવે તે માંગણી હોવાનું અંતમાં જણાવ્યું છે.રાજયમાં વીજ પાવરના દરોને લઈ આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. રાજયમાં સૌથી વઘુ મોંઘા વીજ પાવરના દરો લોકો પાસેથી વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ કરી આ મુદે લોકો પાસે જઈ જાગૃત કરવાનું કામ આપ પાર્ટી કરશે. જે અંર્તગત ગીર સોમનાથના વેરાવળમાં આપ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખની આગેવાનીમાં મોંઘા વીજદરના વિરોધમાં મુખ્ય્મંત્રીને સંબોધીને આવેદન પત્ર તંત્રને આપવામાં આવ્યું છે. ગુજરાતના નાગરીકોને ૨૦૦ યુનીટ વીજળી ફ્રીમાં આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. રાજયભરમાં મોંઘી વીજળીના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આંદોલન કરી લોકોને જાગૃત કરવાનું નકકી કર્યુ છે. જે અંર્તગત વેરાવળ-સોમનાથમાં જિલ્લા આપ પાર્ટીના હોદ્દેદાર- કાર્યકરોએ આવેદન પત્ર આપ્યું હતું. બાદમાં આપ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ જગમાલ વાળાએ પત્રકારો પરીષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મોંઘી વિજદળના વિરોધમાં આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઇ લોકોને જાગૃત કરશે અને આ માટે જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે. કારણ કે, ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે. જેનું કારણ એ છે કે, રાજયમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને રાજય સરકારે ઇરાદાપૂર્વક નષ્ટ કરી નાખ્યા છે. જેથી વિજ પુરવઠા માટે ખાનગી વીજ ઉત્પાદન મથકો પર આશ્રિત રહેવુ પડે છે. રાજય સરકારના આ આંધળા ખાનગીકરણની ઉંચી કિંમત ગુજરાતના નાગરીકો ભોગવી રહ્યા છે. રાજયમાં ખાનગી પાવર પ્લાન્ટો સાથે વર્ષ ૨૦૦૭ માં આગામી ૨૫ વર્ષ સુધી વીજળી ખરીદવાના જે ફીકસ ભાવો નક્કી કરવામાં આવ્યાંા હતા. તે ખાનગી પાવર પ્લાન્ટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપ્યાં છે. રાજયમાં એપ્રિલ ૨૦૨૧ માં પ્રતિ યુનીટ ફયુઅલ સરચાર્જ રૂ.૧.૮૦ હતો. જેમાં એપ્રિલ ૨૦૨૨ સુધી વખતો વખત વધારો કરીને હાલ રૂ.૨.૩૦ સુધી પહોચાડી દીઘો છે. આમ રાજય સરકારની ભુલનો ભાર ગુજરાતની પ્રજા સહન કરી રહી છે. રાજયમાં ખાનગી પાવર પ્લાન્ટ કરાર મુજબ વીજળી પુરી પાડવામાં આડોડાઈ કરી કૃત્રિમ અછત ઉભી કરતી હોવાથી ગુજરાત સરકારે ખુલ્લા બજારમાંથી ઉંચા ભાવે વીજળી ખરીદવી પડે છે. જયારે રાજય સરકાર ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદે ત્યાભરે પ્રજાના પરસેવાની કમાણીના ટેકસના પૈસા વેડફાતા હોવાથી અંતે ગુજરાતની જનતા માથે દેવું વધે છે.

Aam-Aadmi-Party.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *