Gujarat

આયુષ્માન ભારત યોજના અંતર્ગત સુરતની એક હોસ્પિટલનાં ડોક્ટરે ૩૩ લાખનું કૌભાંડ આચર્યું

ગાંધીનગર
આયુષ્માન ભારત યોજના અંતર્ગત સુરતની સમર્પણ જનરલ-મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનાં ડો. રસીક વિરાણીએ ગાંધીનગર સ્થિત વિડાલ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના ઓપરેટર કુણાલ બોકડે સાથે મળીને વિડાલ તથા ઓરીએન્ટ ઇન્સ્યોરન્સ કંપની સાથે કાવતરૂ રચી કુલ ૬૯ ખોટા બનાવટી ડમી ક્લેઈમો કોમ્પ્યુટરમાં એક્સેલ ફાઈલ બનાવી ઓનલાઇન ટેકનોલોજીનો ઉપયોગ સાચા બતાવીને ૩૩ લાખનું ફુલેકું ફેરવવામાં આવ્યું છે. જેનાં પગલે ઈન્સ્યોરન્સ કંપનીના ગુજરાત હેડની ફરિયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગરના ઈન્ફોસિટી સુપર મોલ ખાતે આવેલી વિડાલ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના ગુજરાત હેડ દિપ અજમેરસિંગ વર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની જગ્યાએ અગાઉ હેડ તરીકે દુનિચંદ્ર ઠાકુર ફરજ બજાવતા હતા. વિડાલ કંપની ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપની સાથે મળીને ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના હેઠળ જે લોકો સારવાર કરાવે તેઓનો સારવારનો ખર્ચ આપવાનું કામ ઇન્સ્યોરન્સ કંપની મારફતે કરતી હતી. જેનો કોન્ટ્રાક્ટ વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધીનો હતો. આ દરમિયાન સને-૨૦૧૮ થી ૨૦૨૧ના જૂન મહીના સુધી ગુજરાતના નક્કી કરેલા હોસ્પીટલોમાંથી આયુષ્માન ભારત યોજના થકી કોઈપણ વ્યક્તિની સારવાર કરવામા આવે તો જે તે હોસ્પીટલનાં મારફતે સારવાર કરેલ દર્દીની ફાઈલ સરકારના સર્વરમાં ઓનલાઈન મુકે છે અને તે ફાઇલ સરકારના સર્વર થકી વિડાલ કંપનીમાં આવતી હતી. તે ફાઈલ આવ્યા પછી તેનુ પ્રોસેસ કર્યા બાદ બધું બરાબર હોય તો કંપની તે ફાઈલને એપ્રુવ કરીને ઈન્સ્યોરન્સ કંપનીને પૈસા ટ્રાન્સફર કરવા માટે એક્સેલ ફાઈલ મોકલી આપતા હતા. જે એક્સલ ફાઈલ બનાવવાનું કામ જે તે સમયે વીડાલ કંપનીનો કર્મચારી કુણાલ બોકડે કરતો હતો નામનો છોકરો કરતો હતો. બાદમાં પૂર્વ હેડ દુનીચંદ ઠાકુરે વર્ષ ૨૦૨૦ સુધીના જેટલાં ક્લેઈમો હોસ્પીટલમાંથી આવેલા તેને ગુજરાત સરકારના સર્વરથી ડાઉનલોડ કરી ક્લેઇમ મંજૂર થયેલ પછી પેમેન્ટની વિગતો ઓરીયલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી લઈ ચકાસણી કરાઈ હતી. જેમાં સુરતની સમર્પણ જનરલ હોસ્પિટલ – સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કુલ ૬૯ ક્લેઈમ ગુજરાત સરકારના સર્વર ઉપર નહીં હોવાનું બહાર આવ્યું હતું. જેનું પેમેન્ટ ઓરીયન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી થઈ ચૂક્યું હતું. આથી એક્સેલ ફાઈલ બનાવાનું કામ કરતા કુણાલે આ ૬૯ ક્લેઇમો ઓનલાઇન ટેકનોલોજીથી ઉક્ત હોસ્પિટલને મોકલી આપ્યા હોવાનું ખુલ્યું હતું. જેની પૂછતાંછમાં તેણે કબુલાત કરી હતી કે સમર્પણ હોસ્પિટલનાં ડો. રસિક વિરાણીનાં કહેવાથી એક્સલ ફાઈલો મોકલી આપ્યાનું ઓડિયો રેકોર્ડિંગ પુરાવા રૂપે આપ્યું હતું. ???????બન્ને ઈન્સ્યોરન્સ કંપની સાથે ડો રસિક વિરાણી અને કુણાલ બોકડેએ ભેગા મળીને ખોટા કલેઇમને સાચા દર્શાવી રૂ. ૩૩ લાખ મેળવી લઈને છેતરપિંડી આચરવામાં આવી હતી. જે અંગે સરકારમાં જાણ કરવા સારું સુરતમાં મિટિંગ કરાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ હાજર હતા. અને સમર્પણ હોસ્પિટલનાં ડો રસિક વિરાણી અને કુણાલ બે દિવસમાં પૈસા પરત ન કરે તો પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપવામાં આવી હતી.

File-02-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *