ભાવનગર
ઓનલાઇન ફાળવેલ પ્રવેશની પ્રક્રિયા અંતર્ગત શાળા ખાતે પ્રવેશ નિયત કરવાની કામગીરી સરળતાથી થાય તે માટે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ કચેરી દ્વારા જાહેર કરવામાં આવે છે તેની અમલવારી જેતે શાળા કક્ષાએ થાય તે અંગે શાળાઓને જાણ કરવાની રહેશે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવામાં કોઈ મુશ્કેલી ઉદ્ભવે તો તે માટે કચેરીનો સંપર્ક કરી શકે તે હેતુથી જિલ્લા હેલ્પલાઇન નંબરની વિગતો બાળકના એડમિટ કાર્ડમાં મુકવામાં આવી છે આથી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભાવનગર સહિત રાજ્યભરમાં તમામ જિલ્લાઓની હેલ્પલાઇન શરૂ રાખવાની રહેશે તેમ સંયુક્ત શિક્ષણ નિયામકે તાકીદ કરી છે.રાઇટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત રાજ્યના તક વંચિત અને ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩મા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આજે ઓનલાઈન કરવામાં આવી છે. જેતે શાળા દ્વારા આ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ બાળકોને તારીખ ૬ જૂનને સોમવાર સુધીમાં પ્રવેશ આવેલી શાળામાં પ્રવેશની કરવાની કાર્યવાહી અચૂક પણે પૂર્ણ કરવાની રહેશે. જે શાળામાં બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેવી શાળાઓએ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રવેશ આપવાની કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે અંગેની તમામ સૂચનાઓ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીથી તમામ શાળાઓને આપવાની રહેશે.
