Gujarat

આર્થીક સંકટ માં ફસાયેલા શ્રીલંકા ની અસર ગુજરાત ના સૌરાષ્ટ્ર પર, મોટા વર્ગ ના નિકાસકારો ના નાણા અટવાયા

રાજકોટ
છેલ્લા ઘણા દિવસો થી જે દેશ ની પરિસ્થિતિ અત્યંત ખરાબ જાેવા મળી છે તેમજ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા સાથેના ગુજરાત ના સૌરાષ્ટ્રના વેપારીઓ પર અસર જાેવા મળી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બનતી હાર્ડવેર, એફ.એમ.સી.જી. ઓટોમોબાઈલ-એન્જિનિયરિંગ અને હીરાનો વેપાર શ્રીલંકા સાથે થાય છે. અંદાજિત ૨૦ દિવસથી શ્રીલંકા સાથેનો સૌરાષ્ટ્રનો સીધો વેપાર અટકી ગયો છે. હાલમાં અંદાજિત રૂ.૨૦૦ કરોડના નાણાં ફસાયા હોવાનું નિકાસકારો,વેપારીઓ અને ઉદ્યોગપતિઓ જણાવી રહ્યા છે. આમ જાેવા જઈએ તો શ્રીલંકા સાથે સૌરાષ્ટ્રનો સરેરાશ વાર્ષિક વેપાર રૂ.૫૦૦ કરોડ ગણી શકાય છે. જે શ્રીલંકાના વેપાર સાથે સંકળાયેલા છે એમના જણાવ્યાનુસાર પરિસ્થિતિ થાળે પડ્યા બાદ વેપાર રાબેતા મુજબ થવાની સંભાવના છે.નાના વેપારીઓ પર તેની અસર જાેવા મળે છે. રાજકોટમાં બનતા ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગના સાધનો જે બને છે તે શ્રીલંકા જાય છે. નાણાકીય વ્યવહારો અટકી ગયા છે. માલ મોકલી શકાતો નથી. વેપાર રાબેતા મુજબ થવાનું કોઇ અનુમાન અત્યારે લગાવી ન શકાય. પરિસ્થિતિ કાબૂમાં આવે કે થાળે પડે પછી આગળનો ર્નિણય લઈ શકાશે તેમ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સભ્યો જણાવે છે. રાજકોટમાં હાર્ડવેર ઈન્ડસ્ટ્રીઝના ૨ હજારથી વધુ કારખાના છે. ફર્નિચર ફિટિંગ્સને લગતી પ્રોડક્ટ ત્યાં એક્સપોર્ટ થાય છે. એક અનુમાન મુજબ રૂ.૧૦૦ કરોડના નાણાં ફસાઈ ગયા છે. તેમ હાર્ડવેર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ભંડેરી જણાવે છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં સૌરાષ્ટ્રનો હિસ્સો સામાન્ય છે. સૌથી વધુ વેપાર સાઉથમાં જાેવા મળે છે. ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ અસર તેલના ભાવવધારાની છે. તેલના ભાવવધારાથી અસર વેચાણ- ખરીદી પર જાેવા મળી રહી છે. તેમ ઉદ્યોગપતિ બિપીનભાઈ હદવાણી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *