સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે સમારોહ
જૂનાગઢ તા.૧૨ વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જૂનાગઢમાં ૨૨. ૭૫ કરોડના ૩૮ જેટલા જનસુખાકારી અને વિકાસના કામોનો લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ તા. ૧૩-૯-૨૦૨૨ના સવારે ૧૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે.
વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળ જિલ્લા કક્ષાના ત્રણ વિકાસના કામોમાં રૂ. ૮.૭૧ કરોડના ખર્ચે બીલખા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના અને વિસાવદર મહાનગરપાલિકામાં રૂ.૦૭ કરોડના ખર્ચે પીવાના પાણી માટેની નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઉપરાંત માણાવદરમાં રૂપિયા ૫.૪૦. કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૬૬ કે.વી ભડુલા સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.
આ સાથે જૂનાગઢ પ્રાંત વિસ્તારમાં રૂ.૨.૧૧ કરોડના ખર્ચે કુલ – ૩૨ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ જૂનાગઢ શહેરમાં રૂ.૬૨ લાખના ૩ વિકાસના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


