૮૬ જૂનાગઢ વિધાનસભાના બુથ લેવલ અવેરનેસ ગ્રુપ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી રચિત રાજે બેઠક યોજી હતી. જેમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં જૂનાગઢ જિલ્લામાં મતદાન વધારવા માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે.
કલેકટર શ્રી રચિત રાજે બેઠકમાં યુવા, વૃદ્ધ, પીડબલ્યુડી એવા વિશેષ જૂથોને લક્ષ્ય બનાવી સમગ્ર જિલ્લામાં ચાલતી મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતા કહયું હતું કે, અમારું મુખ્ય લક્ષ્ય મહત્તમ નાગરિકોને મતદાનમાં સામેલ કરવાનું છે.જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય તમામ વિભાગોના સંચિત પ્રયાસો સાથે અમે દરેક મતદાર સુધી પહોંચવા માટે સૂક્ષ્મ આયોજન સાથે આગળ વધી રહ્યા છીએ.ટાઉનહોલ, જૂનાગઢ ખાતે ૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારની BAGs ટીમ સાથે સંક્ષિપ્ત બેઠક કરી હતી. જેમા તમામ આશા કાર્યકરો,આશા ફેસિલિટેટર્સ,આંગણવાડી કાર્યકરો,TLEs, મહિલા SHG,CDPO સાથે મતદારોમાં જાગૃતિ ફેલાવવા અને મતદારોને 1લી ડિસેમ્બરના રોજ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઘરે-ઘરે જઈને તેમના પ્રયાસોની પ્રશંસા કરતી BAGs ટીમને સંબોધિત કરી હતી. આ બેઠકમાં BAGs ટીમના ફીડબેક દ્વારા ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં મતદારોમાં જાગૃતિ અને વિશ્વાસની સ્થિતિ વિશે સમીક્ષા કરી હતી.
૮૬-જૂનાગઢ વિધાનસભાનો ચૂંટણી ઇતિહાસ જોઈએ તો ૨૦૦૭માં ૬૧.૩૯ ટકા મતદાન,૨૦૧૨માં ૬૨.૭ ટકા,૨૦૧૭માં ૬૦.૫૯ મતદાન,૨૦૧૯ લોકસભામાં ૫૯ ટકા મતદાન નોંધાયું હતુ. છેલ્લી ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી સતત નીચી રહી છે, એ માટેના એક સંભવિત કારણ મતદાતામાં મતદાન માટે જાગૃતિનો અભાવ હોઈ શકે છે.જેને ધ્યાને લઈને જૂનાગઢ શહેરના શહેરી વિસ્તાર અને જૂનાગઢ ગ્રામ્યના ગામડાઓનો સમાવેશ કરીને ઓછા મતદાન મથકો પર મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓને લક્ષ્યાંકિત કરવા જણાવ્યું હતુ. ઇકો-ફ્રેન્ડલી બૂથ અને હેલ્થ બૂથ,એનિમલ બૂથ વગેરે જેવા નવીન બૂથ સાથે મતદારોને પ્રોત્સાહિત કરવા અને મતદારોમાં ઉત્સુકતાનું વાતાવરણ ઊભું કરવામાં આવશે.
૮૬ –જૂનાગઢ વિધાનસભામાં કુલ મતદારો ૨,૮૭,૬૬૮ મતદારો છે. કુલ ૧૫૨ પીએસએલ છે. અને ૨૮૬ મતદાન મથક છે. વ્યૂહરચનાનો પ્રથમ તબક્કો, મતદારો અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા હોદ્દેદારો વચ્ચે સકારાત્મક વાતાવરણનું નિર્માણ, જમીની સ્તરે કામ કરતી તમામ ટીમો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
વધુમાં મતદાનના દિવસે વિધાનસભા સ્તરે અને જિલ્લા સ્તરે સમર્પિત મોનિટરિંગ અને કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવશે.જેમાં BAGs ટીમના વડાઓ AC લેવલના કંટ્રોલ રૂમમાં હાજર રહેશે, ACના તમામ મતદાન મથકોમાં મતદાનની ટકાવારી સંબંધિત RO દ્વારા કલાકદીઠ ધોરણે મોનિટર કરવામાં આવશે અને મતદાન ઘટતું હોય તેવા ભાગો માટે ઝડપી પગલાં લેવામાં આવશે.આવા ભાગો માટે BAGs ટીમ કામ કરશે, લોકોને બહાર આવવા અને મતદાન કરવા અપીલ કરશે અને પ્રોત્સાહિત કરશે. દરેક તાલુકાઓના સીડીપીઓ અને તબીબી અધિકારીઓને તેમના સંબંધિત તાબાના કર્મચારીઓના કામ પર દેખરેખ રાખવાની ફરજ આપવામાં આવે છે. તે સાથે મતદારોને દરેક ACમાં અમારા નવીન બૂથ વિશે માહિતગાર કરવામાં આવશે,જેમાં હેલ્થ બૂથ,એનિમલ બૂથ,વુમન બૂથ, PwD બૂથ અને BAGs દ્વારા ઘરે ઘરે જઈને યંગ બૂથની મુલાકાત લેવામાં આવશે. આ પ્રકારના આયોજન અને તૈયારી સાથે જિલ્લાની ટીમ અને તમામ BAGs આ ચૂંટણીમાં મતદારોની ભાગીદારી અને વધુમાં વધુ મતદાન કરવા માટે તંદુરસ્ત, હકારાત્મક વાતાવરણ બનાવવા પ્રયાસ આથ ધરવામાં આવી રહયા છે.