Gujarat

ઈડરના ચાંડપ ગામમાં ૧૮ વર્ષિય યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો

હિંમતનગર
ઈડર તાલુકાના ચાંડપ ગામના ખેતરમાં યુવતીને મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઇ ગયાની અને ખેતરમાં યુવતીની લાશ પડી હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતા ચકચાર મચી જવા પામી હતી અને લોકોના ટોળા ઉમટ્યા બાદ પોલીસને જાણ કરાતા ઇડર પોલીસ, એલસીબી, એસઓજી,ડોગ સ્ક્વોડ સહિત જિલ્લા પોલીસનો કાફલો ઉતરી પડ્યો હતો. ચાંડપ ગામમાં ખેતરમાં ત્રીજા ભાગથી કામ કરી રહેલ રણછોડસિંહ જવાનસિંહ ડાભીની દીકરીઓ શગુણા અને આરતી કૂવા ઉપર ગઈ હતી. અને શગુણા રડતી ઘેર આવી હતી અને સુમિતભાઈ વિરાભાઈ ડાભી અને રણછોડસિંહને કહ્યું હતું કે આરતીને કોઈએ મારી નાખીને આંકલાના ઝાડમાં નાખી દીધી છે. સુમિત ભાઈ અને રણછોડસિંહ બંને બાઈક ઉપર કૂવા ઉપર ગયા હતા. આરતીને દુપટાથી ગળામાં બે ગાંઠો મારેલ હતી અને દુપટાનો બીજાે છેડો મોઢા ઉપર ઢાકેલો હતો. આરતીની લાશ મળી આવ્યા બાદ જાણ કરતા ઘટનાસ્થળે જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતકને પીએમ માટે ઇડર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી શકમંદોને રાઉન્ડ અપ કરવા શરૂ કર્યા હતા. ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી મૃતકના પરીજનોને નિવેદનો લેવા દરમ્યાન પિતાએ ગામના વિપુલસિંહ ડી. ઝાલા માટે શંકા વ્યક્ત કરી જણાવ્યું હતું કે બેએક વર્ષથી બન્ને એકબીજાના સંપર્કમાં હતા જેમાં અન્ય નિવેદનોથી અને ગામમા લાશ મળવાની ચકચારી ઘટના બનવા છતાં શકમંદની ગેરહાજરી જેવા પરિબળોથી સમર્થન મળતા વિપુલસિંહને પકડી પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને મૃતકને બીજા સાથે સંબંધ હોવાની શંકાને લઈ બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ દુપટ્ટાથી ગળે ફાંસો લગાવી હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. યુવતીની લાશ મળવાના ગણતરીના કલાકોમાં ઇડર પોલીસે હત્યારા ૨૬ વર્ષીય યુવકને સળિયા પાછળ ધકેલ્યો હતો.ઇડર તાલુકાના ચાંડપ ગામમાં ખેતરમાં ભેંસોને ચારો પાણી નીરવા ગયેલ ૧૮ વર્ષીય યુવતીને દુપટ્ટાથી ગળામાં બે ગાંઠ મારી હત્યા કરવાના પ્રકરણમાં મૃતકના પરીજનોને અંગુલીનિર્દેશ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી હત્યારા ૨૬ વર્ષીય યુવકને ઝડપી લીધો હતો.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *